સેનાનો ઈલેક્ટ્રિશિયન નીકળ્યો ISI જાસૂસ, પાકિસ્તાનને મોકલી હતી મહત્ત્વની જાણકારી

PC: jagranimages.com

અમૃતસરમાં એક ISI એજન્ટ પકડાતા સનસની ફેલાઈ ગઈ છે. મિલેટ્રી એન્જિનિયરીંગ સર્વિસીસમાં કાર્યરત ઈલેક્ટ્રિશિયન આ વ્યક્તિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટને ભારતીય ગુપ્તચર એજન્સીએ પકડી લીધો છે. તેણે પુલવામાં આતંકી હુમલા બાદ ISIને સેનાની ગુપ્ત જાણકારી અને ગતિવિધિઓ અંગે જાણકારી આપી હતી. સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે આરોપીના કબ્જામાંથી 2 મોબાઈલ, 4 સિમ કાર્ડ, લેપટોપ અને અન્ય દસ્તાવેજો કબ્જે લીઈ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. હાલ SSOC આરોપીના બેંક અકાઉન્ટ અને સોશિયલ મીડિયા પર બનેલા અકાઉન્ટની તપાસ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આરોપીએ પુલવામા હુમલા બાદ સેનાની કાર્યવાહી અંગે મહત્ત્વની જાણકારીઓ ISIને આપી છે.

SSOCના ઈન્સપેક્ટર હરવિંદર સિંહ જણાવ્યુ હતુ કે, તેમને સૂચના મળી હતી કે મૂળ ફાઝિલ્કા અને હાલ જલંધરના નલવા રોડ સ્થિત દશેરા ગ્રાઉન્ડની પાસે રહેતો રામ કુમાર સેનાની ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને વેચી રહ્યો છે. આરોપી રામ કુમાર જલંધર કૈંટ સ્થિત મિલેટ્રી એન્જિનિયરીંગ સર્વિસીસ (MES)માં 2013થી ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરી રહ્યો છે. જેને પગલે તેને સૈન્યની ઘણી ગુપ્ત જાણકારીઓ અને સેનાના મોટા અધિકારીઓના નંબર પણ ખબર હતા.

આ આધારે SSOCએ જાળ બિછાવી અને આરોપીને બ્યાસની પાસેથી પકડી લીધો અને અમૃતસરના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં કેસ દાખલ કર્યો. પૂછપરછમાં સામે આવ્યુ છે કે રામકુમાર છેલ્લાં એક વર્ષથી ISIના એજન્ટ્સના સંપર્કમાં હતો. આરોપીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન આધારિત ઈન્ટેલિજન્સ ઓપરેટિવથી સોશિયલ મીડિયા પર તેની મિત્રતા થઈ. અવાર-નવાર તે WhatsApp અને Facebookના માધ્યમથી તે તેમની સાથે વાતચીત કરતો હતો.

તેને ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત ભારતીય સેનાની ટુકડીઓ, રક્ષા દળોની હરકતો અને વિશેષ સેના દળોની જાણકારી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે, રામ કુમાર ભારત-પાક સીમા પર સ્થિત સેનાના યુનિટ્સ, કાંટાળી વાડની પાસે ચાલી રહેલું BSFનું પેટ્રોલિંગ, સેનાના કાફલાઓ ઉપરાંત અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ સોશિયલ મીડિયા દ્વારા ISIને મોકલી ચુક્યો છે.

તેના બદલામાં તેને 4વારમાં 60 હજાર રૂપિયા મળી ચૂક્યા છે. પૈસા ડાયરેક્ટ તેના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. હવે સુરક્ષા એજન્સીઓ રામ કુમારનના બેંક અકાઉન્ટ્સની ડિટેલ્સને ભેગી કરી રહી છે. તેના લેપટોપ અને ફોનની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મેળવવામાં આવી રહી છે કે, આપીએ સોશિયલ મીડિયા સાઈટ્સ મારફત ISIને કઈ-કઈ જાણકારી આપી છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, પુલવામા હુમલા બાદ ISI એજન્ટે તેને વધુ પૂછપરછ કરવાની શરૂ કરી દીધી હતી. પાક એજન્ટ તેની પાસેથી સીમાની પાસે સૈન્યની વધુમાં વધુ જાણકારી માંગી રહ્યા હતા. આ ઉપરાંત, સેનાના મોટા અધિકારીઓના મોબાઈલ નંબર પણ માંગવામાં આવ્યા હતા, જેથી તેઓ તેમની જાસૂસી કરાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp