યોગીના માર્ગે ગેહલોત સરકાર, રાજસ્થાનમાં પણ ચાલ્યું બુલડોઝર, જાણો શું ગુનો કરેલો

PC: twitter.com/ANI_MP_CG_RJ

પેપર લીક કરનારા વિરુદ્ધ રાજસ્થાનની ગેહલોત સરકાર હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પેટર્નને અપનાવી રહી છે. જયપુરમાં આજે સવારે JDA અધિકારી એક બિલ્ડિંગના ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત કરવા માટે બુલડોઝર લઈને પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, RPSC પરીક્ષા પેપર લીક કેસમાં 2 ફરાર આરોપી આ બિલ્ડિંગમાં કોચિંગ ચલાવી રહ્યા હતા. પેપર લીગ કેસમાં પોલીસના શકંજાથી બે આરોપો અત્યાર સુધી ફરાર છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, જયપુરના ગોપાલપુરા બાયપાસ વિસ્તારમાં બનેલી આ બિલ્ડિંગના કેટલાક હિસ્સામાં ગેરકાયદેસર નિર્માણ કરાવવામાં આવ્યું છે. ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડિંગના ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત કરાવવામાં આવી રહ્યું છે. મંજૂરી વિના જગ્યા પર બનેલા હિસ્સાને ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે. RPSC પેપર લીક કેસમાં આરોપી આ બિલ્ડિંગમાં પોતાનું કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા હતા.

જયપુર વિકાસ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત ઇન્સ્ટિટ્યૂટ અધિગમ શિક્ષક ભરતી પરીક્ષા પેપર લીક પ્રકારણના મુખ્ય આરોપીઓ દ્વારા સંચાલિત કરવા પર 6 જાન્યુઆરીના રોજ નોટિસ જાહેર કરી દેવામાં આવી હતી. 8 જાન્યુઆરીના રોજ ફરીથી લીગલ નોટિસ જાહેર કરીને બિલ્ડિંગથી પોત પોતાનો સામાન ખાલી કરીને ગેરકાયદેસર નિર્માણ અને દબાણ હટાવવા હેતુ પુનઃ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

આજે સવારે બુલડોઝર દ્વારા બિલ્ડિંગના ગેરકાયદેસર નિર્માણને ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળ પર મુખ્ય નિયંત્રક પ્રવર્તન, બધા ઉપનિયંત્રક, નાયબ પોલીસ કમિશનર ઝોન-5, બધા પ્રવર્તન અધિકારી, પ્રવર્તન ટીમ, ઝોન ટીમ, એન્જિનિયરિંગ ટીમ, જયપુર પોલીસ કમિશનરેટથી માનસરોવર CPP અને પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ પોલીસ બળ ઘટનાસ્થળ પર સ્થિત કંટ્રોલ મેળવવા ઉપસ્થિત છે. 1 પોકલેન મશીન, 3 JCB મશીન, 12 લોખંડા, 3 ડ્રિલ, 2 કટર અને મજૂરોની સહાયતાથી ધ્વસ્તીકરણની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

મુખ્ય નિયંત્રક પ્રવર્તન JDA સુધીર સૈનિએ અગાઉ કહ્યું હતું કે, એક આવાસીય કોલોનીના 2 ભૂખંડોને મળાવીને ગેરકાયદેસર રૂપે સંયુક્ત નિર્માણ થયું છે. બિલ્ડિંગ બાયલોજનું ગંભીર વાયોલેશન કરીને બિલ્ડિંગ બનાવવામાં આવી છે. રોડ સીમામાં પણ દબાણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પેપર લિકના આરોપી સુરેશ ઢાકાની જે ઇમારતમાં કોચિંગ ચાલી રહ્યા છે, તે બિલ્ડિંગ 10 વર્ષ જૂની છે. 3 અન્ય સેટબેકનું ઉલ્લંઘન કરીને ગૂર્જરની થડી ચોક પર 4 માલની ઇમારત બનાવી લીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp