અરૂણ જેટલીની હાલત ગંભીર, હાલમાં વેન્ટિલેટર પર છે

PC: livemint.com

છેલ્લા કેટલાય દિવસોથી AIIMSમા એડમીટ થયેલા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ફરી બગડી ગઇ હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યોછે. ઝી ન્યૂઝના રિપોર્ટ મુજબ હાલમાં અરૂણ જેટલીની હાલત ગંભીર છે. 9 ઓગસ્ટે તેમને AIIMSમા એડમીટ કરવામાં આવ્યા હતા.

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમને જોવા માટે AIIMS પહોંચ્યા હતા અને તેમનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરોથી તેમની સ્થિતિ વિશે વાતચીત કરી હતી.

રિપોર્ટ મુજબ અરૂણ જેટલીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેઓ સંપૂર્ણ રીતે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. ઉલ્લેખનીય છે કે, 2018મા તેમનું AIIMSમા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. આ પહેલા  2016મા તેમની બેરિએટ્રિક સર્જરી પણ થઇ હતી. જેટલીને ડાયાબિટિઝ પણ છે. રાષ્ટ્રપતિ સિવાય તેમને જોવા માટે કેન્દ્રીયમંત્રી ડૉ.હર્ષવર્ધન, અશ્વિની ચૌબે પણ પહોંચ્યા હતા.

અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ ગભરામણ અને નબળાઇને કારણે એડમીટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ જેવા નેતાઓ પણ મળવા માટે AIIMS પહોંચ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp