
અતીક અહમદની હત્યા પહેલા તેના દીકરાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. અસદ અહમદ, માફિયા અતીક અહમદનો સૌથી નાનો દીકરો. 13 એપ્રિલે એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેની સાથે શૂટર ગુલામનું પણ એન્કાઉન્ટર થઈ ગયુ. આ ઘટના ઝાંસી જિલ્લાના પારીછા ડેમની પાસે થઈ. મીડિયા રિપોર્ટ અનુસાર, અસદના એન્કાઉન્ટરને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
બાઇક પર સ્ક્રેચ પણ ના પડ્યો?
અસદ અને ગુલામ એન્કાઉન્ટર પહેલા બાઇક પર ભાગી રહ્યા હતા, એવુ યુપી STFનું કહેવુ છે. ઘટનાસ્થળ પર બાઇક પલટી મારી ગઈ હતી. ત્યાં અસદનું શવ, ગન, બાઇક, કારતૂસ પડ્યા હતા. બાઇકથી આશરે 50 મીટર દૂર પોલીસની ગાડી હતી. ગાડીના કોઈ પાર્ટ્સ તૂટેલા નહોતા અને તેના પર સ્ક્રેચ પણ પડ્યો નહોતો.
બાઇકની ચાવી ક્યાં ગઈ?
અસદ અને ગુલામના એન્કાઉન્ટર બાદ ઝાંસીની લોકલ પોલીસ કરતા પહેલા મીડિયા ત્યાં પહોંચી ચુકી હતી. એન્કાઉન્ટર બાદ જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચી તો ત્યાં બાઇકની ચાવી પણ નહોતી મળી. બની શકે કે બાઇક જુની હતી તો ચાવી ઢીલી થયા બાદ પડી ગઈ હોય. પરંતુ, ત્યાં આસપાસ પણ ચાવી દેખાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, જો કોઈ એન્કાઉન્ટર બાદ બાઇક પરથી પડે તો તે સમયે બાઇકમાંથી કોઈ ચાવી નહીં કાઢશે. એવામાં ચાવી ક્યાં ગઈ.
હેલમેટ ના મળ્યું
યુપી પોલીસના જણાવ્યા અનુસાર, અસદ અને ગુલામ આશરે 45 દિવસથી ગૂમ હતા અને તેઓ અલગ-અલગ રાજ્યોમાં ફરી રહ્યા હતા. તેમના પર પોલીસે 5-5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એવામાં તેઓ હેલમેટ વિના બાઇક પર ફરશે નહીં અને જો તેમણે હેલમેટ પહેર્યું હતું તો એન્કાઉન્ટર બાદ તેમના હેલમેટ ક્યાં ગયા.
ખરાબ રસ્તો
STFનું કહેવુ છે કે, અસદ અને ગુલામ પારીછા ડેમની આસપાસ સંતાયા હતા. આ જગ્યા નેશનલ હાઈવેથી બે કિલોમીટર દૂર હતી. તે જગ્યા સુધી પહોંચવા માટે પગદંડી બનેલી છે, જે પથરાળ, કાચી અને ઉબડ-ખાબડ છે. અહીં કોઈપણ ગાડી 10થી 20 કિમી પ્રતિ કલાક કરતા વધુ ગતિમાં ના ચાલી શકે. આથી, એ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે STF બંનેનો પીછો કરી રહ્યું હતું તો આ રસ્તા પર બાઇક સ્પીડમાં આટલી દૂર સુધી કઈ રીતે પહોંચી. અહીં એક વાત એ પણ છે કે, જે રસ્તા પર તેમને ભાગતા જણાવવામાં આવ્યા છે તે આગળ બંધ હતો.
એન્કાઉન્ટરવાળી જગ્યાને લઇને સવાલ
અસદનું જે જગ્યા પર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, તે જગ્યા નેશનલ હાઈવેથી બે કિમી અંદર છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને રાજસ્થાન તરફથી હાઈવે પર આવી રહ્યા હતા. જ્યાં એન્કાઉન્ટર થયુ તેનો રસ્તો હાઈવે પર રોંગ સાઇડમાં પડે છે, જે બાઇકવાળાને દેખાશે જ નહીં. જે જગ્યા પર એન્કાઉન્ટર થયુ, તેની આસપાસ કોઈ ટોલ અથવા ઢાબા પણ નથી, જેના પરથી એવુ કહી શકાય કે તેઓ આસપાસ ક્યાંક રોકાયા હતા અને તે કારણે તેઓ રોંગ સાઇડ આવી ગયા. એવામાં સવાલ ઉઠે છે કે, તે બંને રોંગ સાઇડ શા માટે ભાગ્યા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp