આસારામને મળ્યા હાઇકોર્ટમાંથી જામીન, છતા જેલ બહાર નહીં આવી શકે

PC: etvbharat.com

રાજસ્થાન હાઇકોર્ટે આસારામને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તા તરફથી ખોટા દસ્તાવેજ રજૂ કરવાના કેસમાં આરોપીને આ જામીન આપી દેવામાં આવ્યા છે. જો કે, આસારામ અન્ય કેસોમાં સજાના કારણે બહાર નહીં આવી શકે. હાઇકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટથી આ જામીન મળી ગયા છે. એડવોકેટ નિલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસરામનો પક્ષ રાખ્યો હતો. આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા મળી ચૂકી છે.

ગાંધીનગરની એક કોર્ટે આ વર્ષે દુષ્કર્મના કેસમાં આરોપી આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. દુષ્કર્મનો આ કેસ આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં નોંધાયો હતો. જો કે, પીડિતા સાથે દુષ્કર્મ વર્ષ 2001 થી વર્ષ 2006 વચ્ચે થયું હતું. પીડિતાની બહેને જ આસારામના દીકરા નારાયણ સાઈ વિરુદ્ધ પણ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં નારાયણ સાઇને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. અત્યારે જે કેસમાં આસારામને સજા સંભળાવાઈ છે. તેની FIR વર્ષ 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

FIR મુજબ, પીડિતા મહિલા સાથે અમદાવાદ બહાર બનેલા આશ્રમમાં વર્ષ 2001થી વર્ષ 2006 વચ્ચે ઘણી વખત દુષ્કર્મ થયું હતું. પીડિત મહિલાએ આ કેસમાં આસારામ અને 7 અન્ય લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં આસારામ સિવાય તેની પત્ની લક્ષ્મી અને દીકરી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. જો કે, સેશન કોર્ટના જજ ડી.કે. સોનીએ આ કેસમાં માત્ર આસારામને જ દોષી માનતા સજા સંભળાવી છે. બાકી 6 આરોપીઓને પુરવાઓના અભાવના કારણે છોડી દેવામાં આવ્યા છે. જો કે ટ્રાયલ દરમિયાન ઓક્ટોબર 2013 દરમિયાન એક આરોપીનું મોત થઈ ગયું હતું.

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટમાં આસારામ તરફથી જોધપુર સેન્ટ્રલ જેલની ડિસ્પેન્સરીનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આસારામની કેટલીક ગંભીર બીમારીઓનો ઉલ્લેખ હતો. આ સર્ટિફિકેટની સુપ્રીમ કોર્ટે તપાસ કરાવ્યા તો મામલો નકલી નકલી નીકળ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ પર જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશનમાં આસારામના જામીન રવિવાર પર FIR નોંધાઈ અને કેસમાં આસારામને પણ આરોપી બનાવવામાં આવ્યો. આ કેસમાં 18 જાન્યુઆરીના રોજ આસારામને CJM મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આસારામને આરોપ સંભળાવ્યા. ત્યારબાદ આસારામના વકીલે હાઇકોર્ટમાં અરજી લગાવી હતી. એ જ અરજી પર આજે સુનાવણી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp