રામવિલાસ પાસવાને રાબડી દેવીને અંગૂઠા છાપ કહેતા રામવિલાસની દીકરીએ જાણો શું કર્યું

PC: firstpost.com

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાનએ પોતાના જ પિતાની વિરુદ્ધમાં મોરચો માંડ્યો છે. રવિવારે આશા પાસવાન અને તેમની કેટલીક મહિલા સમર્થકો હાથમાં પોસ્ટર લઈને રામવિલાસ પાસવાનની વિરુદ્ધમાં ધરણા ઉપર બેઠી હતી. આશા પાસવાનનું કહેવું હતું કે, તેમના પિતાએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રીય જનતા દળના નેતા રાબડી દેવીને અંગૂઠા છાપ કહ્યા હતા.

તેનાથી દુઃખી થયેલી આશા પોતાના જ પિતાની વિરુદ્ધમાં ધરણા પર બેસી ગઈ હતી. તેમની માગ છે કે, રામવિલાસ પાસવાનએ પોતાના નિવેદનને લઈને માફી માગવી જોઈએ તેમજ પોતાના શબ્દો પાછા લેવા જોઈએ. આશાનું કહેવું છે કે, તેમણે દરેક મહિલાઓનું સન્માન કરવું જોઈએ.

હકીકતમાં એનડીએ ગઠબંધન સહયોગી દળ લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાનએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે આર્થિક રીતે નબળા સવર્ણોને 10 ટકા અનામત આપવા માટેની વાતનો વિરોધ કરી રહેલી આરજેડી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, આરજેડી ફક્ત સુત્રોચ્ચાર કરે છે અને એક અંગૂઠા છાપને મુખ્યમંત્રી બનાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp