લોકડાઉનઃ ડ્યૂટીની સાથે ઈબાદત, રોજા રાખનારા ASIએ રસ્તાના કિનારે નમાજ કરી અદા

PC: tosshub.com

કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે ડૉક્ટર અને પોલીસની કામગીરીની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું છે કે, પહેલા પોલીસને લઈને જુદી રીતની છવિ રહેતી હતી, પણ જે રીતે લોકડાઉનમાં પોલીસ મદદગાર રહીને કામ કરી રહી છે, તેમણે સૌ કોઈની વિચારધારા બદલી નાખી છે. પોલીસની કામગીરીની પ્રશંસા વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જેમાં એક સિપાહી ઈબાદતની સાથે પોતાની ફરજ પણ અદા કરી રહ્યા છે.

આ તસવીર આંધ્રા પ્રદેશના ગુંટૂરથી સામે આવી છે. ગુંટૂરના લાલાપેટ પોલીસ સ્ટેશમાં તૈનાત કરીમુલ્લા અસિસ્ટેન્ટ સબ ઈન્સપેક્ટર છે. દેશભરમાં લોકડાઉનની વચ્ચે શનિવારથી રમજાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે. કરીમુલ્લા પણ રોજા(ફાસ્ટ, વ્રત) રાખી રહ્યા છે.

લોકડાઉનમાં ASI કરીમુલ્લાની ડ્યૂટી ચેક પોસ્ટ પર લાગી છે. રવિવારે પણ તેઓ પોતાની ડ્યૂટી પર હતા. તેમનો રોજા પણ હતો. આમ, તેઓ રોજાની સાથે સાથે ડ્યૂટી પણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્યૂટી પોઈન્ટની પાસે જ એક ખુલ્લા રસ્તાના કિનારે નમાજ પણ અદા કરી. જે વખતે કરીમુલ્લા નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે અન્ય પોલીસકર્મીએ ચેક પોસ્ટ સંભાળી હતી. ડ્યૂટીની સાથે પ્રાર્થના કરી રહેલા આ પોલીસકર્મીની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે, અમુક લોકો તેના પર સવાલ પણ ઊભા કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 27,892 મામલા સામે આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસથી  872 લોકોના મોત થયા છે. તો અત્યાર સુધીમાં દેશમાં 6,185 લોકો સાજા થઈ ગયા છે. તો પાછલા 24 કલાકમાં 1396 નવા મામલા સામે આવ્યા છે અને 48 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp