અયોધ્યામાં આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

PC: ndtvimg.com

ઉત્તર પ્રદેશની ધર્મનગરી અયોધ્યમાં આતંકવાદી હુમલાના ઇનપુટ સુરક્ષા એજન્સીને મળ્યાં છે. આને લઇને હાઇકોર્ટમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. સૂચના મળી છે કે નેપાળના રસ્તે ભારતમાં ઘૂસેલા આતંકવાદીઓના નિશાન પર અયોધ્યા આવી શકે છે. અહીં આવનારા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.  પોલીસ હોટલો અને ધર્મશાળાઓ પર પણ વિશેષ નજર રાખી રહી છે. અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રકારોને 18 જૂનના રોજ અલાહાબાદ કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે. કોર્ટના ચુકાદાને લઇને પણ અયોધ્યામાં હાઇ એલર્ટ છે.

ઉલ્લેખનીય છે કરે 5 જૂન 2005ના રોજ વિવાદીત પરિસરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાને સુરક્ષા બળોએ નિષ્ફળ બનાવી દેવો જોઇએ. લશ્કર-એ-તૈયબાના આ હુમલાને નિષ્ફળ બનાવીને સુરક્ષા બળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ હુમલાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. હુમલાનો સંબંધ કાશ્મીર સાથે જોડાતા ત્યાંથી ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો. અયોધ્યામાં હાલ કેટલાક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. 14 જૂને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા, 15 જૂને કેશવ મોર્યા અને 16 જૂને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યામાં હશે.

ઉલ્લેખનીય છે કે 6 જૂને શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે BJP પાસે 303 સાંસદ છે અને શિવસેના પાસે 18, હવે શાની જરૂર છે. શિવસેનાએ રામ મંદિર મામલે પોતાનું વલણ ફરી આક્રમક કરી લીધું છે અને તેને લઇને રાજકારણ ગરમ થવાં લાગ્યું છે. બીજી તરફ BJP નેતા સૂબ્રમણ્યમ સ્વામીએ પણ રામ મંદિરને લઇને સવાલો કર્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp