સુપ્રીમ કોર્ટનો રિવ્યૂ પિટિશન પર ફેંસલોઃ જાણો રામ મંદિર કેસ ફરી ખૂલશે કે નહીં

PC: republicworld.com

અયોધ્યા મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પીટિશન અંગે સુપ્રીમ કોર્ટની બેંચે ચૂકાદો આપી દીધો છે. આ મામલે દરેક રિવ્યૂ પીટિશન ફગાવી દેવામાં આવી છે. બંધ ચેંબરમાં 5 જજોની બેંચે 18 અરજીઓ પર સુનાવણી કરી અને દરેક પીટિશનને ફગાવી દીધી છે. આ મામલામાં 9 રિવ્યૂ પીટિશન પક્ષકાર તરફથી અને અન્ય 9 અરજી કરનારાઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ અરજીઓના મેરિટ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ પીટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે, રામ મંદિરના ચૂકાદાના 1 મહિના પછી પણ ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી કરવામાં આવી નથી. કોર્ટ આ મામલે સ્પષ્ટ આદેશ આપે. પણ હવે તેમની રિવ્યૂ પીટિશન ફગાવી દેવામાં આવી છે.

ચીફ જસ્ટિસ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્ના સુનાવણી કરશે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના 9 નવેમ્બરે કરવામાં આવેલા ચૂકાદા બાજ કુલ 18 રિવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 18માંથી 5 રિવ્યૂ પીટિશન એવી છે, જેને ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડનું સમર્થન પ્રાપ્ત છે. આ રિવ્યૂ પીટિશનને વરિષ્ઠ વકીલ રાજીવ ધવન અને જફરયાબ જિલાનીના નીરિક્ષણમાં મુફ્કી હસબુલ્લા, મોલાના રહમાન, મોહમ્મદ ઉમક અને હાજી મહબૂબ તરફથી દાખલ કરવામાં આવી હતી.

પરંતુ કોર્ટે આ દરેક રિવ્યૂ પીટિશન ફગાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp