લોકડાઉન અંગે બાબા રામદેવે કહ્યુ- એનાથી કંઈ ફાયદો નહીં થાય, જાણો શું કરવા કહ્યું

PC: thehindu.co

કોરોના વાયરસ રૂપી દૈત્ય ભારતમાં કહેર વર્તાવી રહ્યો છે. દિવસે દિવસે વધી રહેલા કેસના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ છે કે, સરકારી હોસ્પિટલમાં પથારીઓ ખૂટી છે અને ખાનગી હોસ્પિટલમાં પણ કોઈ બેડ ખાલી નથી. માત્ર ગુજરાત જ નહીં ઘણા રાજ્યની સરકારે નાઈટ કર્ફ્યૂ અને વીકએન્ડ લોકડાઉનનું એલાન કર્યું છે. લોકોમાં પણ સતત લોકડાઉનનો ભય તોળાઈ રહ્યો છે. જોકે, સરકારે આ અંગે હજું સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

લોકડાઉનને લઈને યોગ ગુરૂ બાબા રામદેવે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટીવી ચેનલના એક ખાસ કાર્યક્રમમાં તેમણે આ અંગે વાત કહી હતી. જ્યારે બાબા રામદેવને લોકડાઉન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું દેશ લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે? ત્યારે તેમણે કહ્યું કે, લોકડાઉનથી કોઈ પ્રકારનું કોઈ મોટું હીત સિદ્ધ થતું નથી. લોકો સાવધાની રાખે કે, જ્યારે પણ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને નીકળે. કોઈ પણ અજાણી વસ્તુઓને સ્પર્શ કરે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે.

કોરોનાની બીજી લહેર બમણી તાકાત સાથે આવી છે. તો સામે લોકોએ પણ પોતાની રોગપ્રતિકારકશક્તિ બમણી કરવી પડશે. એ માટે યોગ અને આયુર્વેદનો ડબલ ડોઝ લેવો પડશે. રસી લીધા પછી 100 એવો તબીબોને ઓળખું છું જેણે બીજો ડોઝ લીધા બાદ પણ ફરીથી કોરોના થયો છે. હવે જેને રસી લીધી જ નથી એને પણ કોરોના થઈ રહ્યો છે. જે લોકોને પહેલા કોરોના થયો હતો એમની એડેપ્ટિવ ઈમ્યુનિટી ખતમ થઈ ગઈ. રસી લીધા બાદ એક્વાયર્ડ ઈમ્યુનિટી પણ ખતમ થઈ જશે. તો કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવી.? આપણે આપણી મૂળ સંસ્કૃતિ તરફ પાછા ફરવું પડશે. હું દરેકને અપીલ કરૂ છું કે, રસી મૂકાવો.

માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. યોગ અને આયુર્વેદને જીવનનો એક ભાગ બનાવી લો. ખાણી પીણી પર ધ્યાન આપો. આજથી એક વર્ષ પહેલા લોકોએ પોતાના જીવનને વધુ સારૂ અને સ્વસ્થ બનાવવા પર ધ્યાન આપ્યું હતું. કુદરતી રીતે પોતાની બીમારીનો ઈલાજ કરવો પડશે. આવું કરવાથી કોરોનાનો ગમે એટલો શક્તિશાળી સ્ટ્રેન આવે આપણે સુરક્ષિત રહીશું. પોતાને સ્વસ્થ રાખી સમૃદ્ધિ તરફ પ્રગતિ કરી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp