મીર્ચી બાબાએ જળ સમાધી લેવાની કલેક્ટર પાસે મંજૂરી માગી

PC: zeenews.com

મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં મિરચી યજ્ઞ કરનારા અને ન જીતવા પર જળ સમાધિ લેવાની જાહેરાત કરનારા બાબા વૈરાગ્યનંદે ગુરૂવારે ભોપાલ જિલ્લાધીશ પાસે જીવંત સમાધિ લેવાની પરવાનગી માગી છે. બાબા વૈરાગ્યનંદે 16 જૂને બપોરે 2 વાગીને 11 મિનિટ પર જલસમાધિ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બાબા વૈરાગ્યનંદે વીતેલા મહિને લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહે ચૂંટણી જીતવા માટે રાજધાનીના કોહે ફિઝા વિસ્તારમાં 5 ક્વિંટલ મિરચીથી યજ્ઞ કર્યો હતો.

યજ્ઞ બાદ બાબા વૈરાગ્યનંદે જાહેરાત કરી હતી કે તેમને પૂરો ભરોસો હતો કે ભોપાલ લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જ જીતશે. BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હાર સુનિશ્ચિત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે જો દિગ્વિજય સિંહે ભોપાલમાં જીત ન મેળવી શક્યાં તો તેઓ જીવંત જળ સમાધિ લઇ લેશે.

23મે 2019ના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા સિંહે જીત મેળવી લીધી હતી. દિગ્વિજય સિંહની હાર બાદ બાબા વૈરાગ્યનંદની જળ સમાધિને લઇને સવાલો ઉઠ્યા હતા. આ દરમિયાન બાબા અચાનક ગાયબ થઇ ગયાં હતા. ઉત્તર પ્રદેશમાં રમજાન દરમિયાન તેઓ એક ઇફતાર પાર્ટીમાં જોવા મળ્યાં હતા, પરંતુ મીડિયાના સવાલો પર તેમને વારંવાર ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર પણ બાબાને શોધી લાવનારને 1 લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેઓનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેઓ વાતચીત દરમિયાન જળસમાધિના સવાલ પર ગુસ્સો કરી રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp