સાંઈ બાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે, પણ ભગવાન નહીં: ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: twitter.com

પોતાના વિવાદિત નિવેદનોના કારણે મોટાભાગે ચર્ચાઓમાં રહેનારા બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એક વખત પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. જબલપુરના પનાગરમાં બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 7 દિવસીય શ્રીમદ્દભગવદ કથાનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા, પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક ડૉક્ટર શૈલેન્દ્ર રાજપૂતે બાબાને સવાલ પૂછ્યો કે, ‘આપણાં ભારતમાં ઘણા બધા લોકો સાંઈ ભક્તો છે.

મહારાષ્ટ્રમાં પણ પણ, સાઉથમાં પણ ઘણા સાંઈ ભક્ત છે, પરંતુ સનાતન સાંઈ ભગવાનની મૂર્તિ પૂજાને નકારતો નજરે પડે છે, જ્યારે સાંઈની પૂજા પૂરી સનાતની પદ્ધતિથી થાય છે. તેના પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, આપણાં ધર્મના શંકરાચાર્યજી સાંઈ બાબાને દેવતાઓને સ્થાન આપવામાં આવ્યું નથી અને શંકરાચાર્યની વાત માનવી દરેક સનતાનીનો ધર્મ છે કેમ કે તેઓ પોતાના ધર્મના પ્રધાનમંત્રી હતા અને કોઈ પણ સંત ઈચ્છે, તે આપણાં ધર્મ પંથના હોય કે પછી, ગોસ્વામી તુલસીદાસજી હોય કે સુરદાસજી હોય, સંત છે, મહાપુરુષ છે, યુગપુરુષ છે, કલ્પપુરુષ છે, પરંતુ ભગવાન નથી.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું કે, ‘લોકોની પોત પોતાની અગત આસ્થા છે અને કોઇની આસ્થાને આપણે ઠેસ નહીં પહોંચાડી શકીએ. સાંઈ બાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે પણ ભગવાન નહીં હોય શકે. હવે તમે કહ્યું કે હિન્દુ ધર્મથી પૂજા થાય છે, વૈદિક ધર્મથી પૂજા થાય છે, જુઓ ભાઈ એમ કહીશ તો લોકો તેને કોન્ટ્રોવર્સીમાં લઈ લેશે, પરંતુ એ બોલવું પણ જરૂરી છે. શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નહીં બની શકે.

બાગેશ્વર ધામ સરકાર માની લે કે આપણે શંકરાચાર્યજીનું સત્ર લગાવી લઈએ, સિહાસન લગાવી લઈએ, ચરમ લગાવી લઈશું અને કહી દઈએ કે હા ભાઈ શંકરાચાર્ય બેઠા છે શું આપણે બની જઈશું? નહીં. તેમણે આગળ કહ્યું કે, ભગવાન ભગવાન છે અને સંત સંત. તો સાંઇ પ્રત્યે આપણો શું આદર છે, તમે તેમ ન પડતા, ન પૂછતા, પરંતુ સાંઈ ભગવાન નથી એમ આપણાં શંકરાચાર્ય કહે છે અને તેમના પર તમે સવાલ ઉઠાવી શકો છો.  અહી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામનવમીના અવસર પર પથ્થર ફેકનારાઓ પર ગુસ્સે ભરાઈ ગયા. તેમણે કહ્યું કે, જુલૂસ પર પથ્થર ફેકવા દુર્ભાગ્યની વાત છે. જો ભારતમાં રહેવું હોય તો રામ-સીતા કહેવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp