વેલેન્ટાઇન ડે પર બજરંગ દળે પાર્કમાં બેઠેલા કપલના કરાવ્યા લગ્ન, જુઓ Photos

PC: intoday.in

ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રેમના રંગમાં ખલેલ પહોંચાડ્યો. બજરંગ દળના કાર્યકરોએ રાંચીના પાર્કમાં ગુંડાગીરી કરી. બજરંગ દળના કાર્યકરો જય શ્રી રામના નારા લગાવીને પાર્કમાં ઘૂસ્યા અને ઘણાં પ્રેમી કપલ સાથે દાદાગીરી કરી. એટલું જ નહીં, અમુક કપલના તો લગ્ન પણ કરાવી દીધા.

બજરંગ દળના કાર્યકરોએ જબરદસ્તીથી પ્રેમી યુગલોના ફોન છીનવી લીધા અને તેમના ઘરે ફોન કર્યો. સાથે જ પાર્કમાં ફરી નહીં આવવાની ધમકી પણ આપી. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ તો તેમણે ત્યાં પહોંચી બજરંગ દળના કાર્યકરોની સાથે સાથે પ્રેમી કપલની પણ ધરપકડ કરી લીધી.

પોલીસનું કહેવું છે કે, પોલીસ પાર્કમાં પહોંચી અને ગુંડાઓથી છુટકારો મેળવવામાં સફળ રહી. તો બીજી બાજુ જમશેદપુરના જુબલી પાર્કમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને શિવસૈનિકોએ પ્રેમી યુગલોની સામે પાર્કમાં પહોંચીને પ્રદર્શન કર્યું.

બજરંગ દળના લોકોએ પ્રેમી કપલે પકડવાની કોશિશ પણ કરી. પણ તેઓ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી ગયા. જોકે, બજરંગ દળ અને શિવસૈનિકોને લઈને શહેરના પાર્કોમાં પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી.

જમશેદપુરમાં જ્યાં પોલીસ દળની સાથે સાથે દંડાધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી પ્રેમી કપલને કોઈપણ રીતની મુશ્કેલી નહીં થાય. દંડાધિકારી સરોજ કુમારે કહ્યું કે, ગુંડાઓથી નિપટવા માટે પોલીસે વ્યવસ્થા કરી રાખી હતી. જેથી કોઈપણ વ્યક્તિને મુશ્કેલી નહીં થાય.

ભારતમાં એમ પણ દર વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે આ રીતના મામલાઓ સામે આવતા રહે છે. બજરંગ દળ અને તેના જેવા અન્ય સંગઠનો આ રીતની પ્રવૃત્તિઓ કરી તેમની ગુંડાગીરી અને દાદાગીરી દેખાડતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp