શું લગ્ન દરમિયાન પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગશે? જાણો શું કહ્યું કોર્ટે

PC: ndtv.in

દિવાળી હોય, લગ્ન હોય, ચૂંટણી જીત હોય કે અન્ય કોઈ ઉજવણી હોય. ફટાકડા પરનો પ્રતિબંધ હવે આખા વર્ષ સુધી યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ફટાકડાને લઈને દિલ્હી પોલીસને ઘણા આકરા પ્રશ્નો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે, દિલ્હીમાં આખા વર્ષ દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોઈ શકે છે. કોર્ટે કહ્યું, શું કોઈને પ્રદૂષણ ફેલાવવાનો મૂળભૂત અધિકાર છે? પ્રતિબંધ આખા વર્ષ માટે હોવો જોઈએ. દિવાળી પર જ નહીં. લગ્ન અને ચૂંટણીમાં જીતના સમયે ફટાકડા ફોડવામાં આવે છે, પોલીસે શું કાર્યવાહી કરી?

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે કે, ફટાકડા પર પ્રતિબંધના આદેશને લાગુ કરવા માટે તેઓએ શું પગલાં લીધાં. કોર્ટે દિલ્હી પોલીસ કમિશનર પાસે 25 નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે. આ પછી, દિલ્હી સરકારના વકીલે કોર્ટને 14 ઓક્ટોબરનો આદેશ બતાવ્યો, જેમાં દિલ્હીની અંદર ફટાકડા અને ફટાકડાની ખરીદી, વેચાણ, પરિવહન અને સળગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે તમારા સોગંદનામામાં એવું કહેવામાં આવ્યું છે કે, તમે ફટાકડા પર માત્ર દિવાળી દરમિયાન જ પ્રતિબંધ લગાવશો અને લગ્ન અને ચૂંટણી સમારંભો દરમિયાન આવું નહીં કરો? આવી સ્થિતિમાં ફટાકડા પરનો પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો જ છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે, ફટાકડા પર પ્રતિબંધનો આદેશ માત્ર દિવાળી સુધી જ કેમ મર્યાદિત છે? કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને પૂછ્યું કે, શું દિલ્હી પોલીસે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? દિલ્હી પોલીસ કમિશનરે પ્રતિબંધ લાગુ કરવા માટે એક વિશેષ સેલ બનાવવો જોઈએ અને દરેક પોલીસ સ્ટેશનના SHOને જવાબદારી સોંપવી જોઈએ. કોર્ટે દિલ્હી પોલીસને ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે સ્પેશિયલ સેલની રચના કરવા કહ્યું છે. દિલ્હી સરકાર પણ આખા વર્ષ દરમિયાન આતીશબાજી અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, અમારું માનવું છે કે કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન આપતી અથવા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી. અમારું માનવું છે કે દિલ્હી પોલીસે દિલ્હી સરકારના આદેશને લાગુ કરવામાં કોઈ ગંભીરતા દાખવી નથી. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp