રીલિઝ થયું PM મોદીનું નવું સોંગ, ‘બંદા અપના સહી હૈ...’

આગામી લોકસભા ચૂંટણીને લઇને કોઇ પાર્ટી ચૂંટણી પ્રચારમાં ઉણપ રહી જાય તેવું નથી ઇચ્છતી. પાર્ટીઓ પ્રચારની પણ અલગ-અલગ રીતો અપનાવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જનસભાઓ અને રેલી તો કરે છે, પરંતુ આ સાથે તેમણે મ્યૂઝીકનો પણ સહારો લેવાનું નક્કી કર્યું છે. BJPએ એક રેપ સોંગ તૈયાર કરાવ્યું છે, જેમાં ભાજપ સરકારની ઉપલબ્ધીઓને વર્ણવામાં આવી છે.

આ સોંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે તૈયાર કરાવવામાં આવ્યું છે. BJPએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ સોંગ શેર કર્યું હતું, જેમાં સિંગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ તસવીરો સાથે ‘બંદા અપના સહી હૈ’ રેપ સોંગ ગાય રહ્યો છે.

આ રેપ સોંગની ધૂન હાલમાં જ રીલિઝ થયેલી આલિયા ભટ્ટ, રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ગલી બોયના સોંગ અપના ટાઇમ આયેગા જેવી લાગી રહી છે. આ રેપ સોંગમાં PM મોદીના કામના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. 2 મિનિટ 38 સેકન્ડના આ વીડિયોમાં ભાજપ સરકારે જે કર્યું તે વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં નોટબંધી, ગામમાં વીજળી, ડિજિટલ ઇન્ડિયા, સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp