31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બેંકોની હડતાલ, સતત 3 દિવસ બંધ રહેશે બેંક

PC: indianexpress.com

પગાર સુધારણાની વાતો નિષ્ફળ જતા IBAએ આ મહિને બીજીવાર બેંક હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું છે. IBA તરફથી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી ના રોજ બેંક હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા 8 જાન્યુઆરીના રોજ ભારત બંધમાં પણ 6 બેંક કર્મચારી યૂનિયન સામેલ થયા હતા. તે દિવસે મોટા ભાગની બેંકો બંધ રહી હતી. અને જે બેંકો ખુલ્લી હતી તેના કામ પર પણ અસર જોવા મળી હતી.

આ વખતે બેંક હડતાલનો સમય ઘણો મહત્ત્વપૂર્ણ છે. 1 ફેબ્રુઆરી ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા 31 જાન્યુઆરીના રોજ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઈને તૈયારીઓ તેના છેલ્લા ચરણમાં છે. અને એવામાં સરકારની સામે મંદીની સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો તે મોટો પડકાર છે.

જણાવી દઈએ કે, 2 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાલને કારણે સતત 3 દિવસ બેંક બંધ રહેશે. જેને લઈને સામાન્ય નાગરિકોએ પરેશાનીનો સામનો કરવો પડશે. બેંક બંધ રહેવાને કારણે ATMમાં કેશની પણ તંગી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp