તમે ઈન્ડિયન કલ્ચરમાં હિજાબ ન પહેરી શકો, જોબ જોઈએ છે તો તેને ઉતારો

PC: twimg.com

કોરોના કાળમાં આવડતના દમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી ભણેલી ગઝાલા અહમદને નોકરી મળી ગઇ હતી. પગાર પણ સારો એવો નક્કી થયો હતો. કામ પણ તેની પસંદનું હતું. મોટા સમાચાર પત્રો અને ચેનલમાં ઈન્ટર્નશિપ કર્યા પછી ગઝાલાને પહેલી નોકરી મળી હતી. ટેલિફોન પર થયેલા ઈન્ટરવ્યૂ પછી એક જ મહિનામાં બધુ નક્કી થઇ ગયું. પણ હિજાબને લીધે ગઝાલા સામે એક શરત રાખવામાં આવી કે નોકરી જોઇએ છે તો હિજાબ ઉતારવો પડશે.

AMUમાંથી માસ કમ્યુનિકેશન કરનારી ગઝાલાએ જણાવ્યું કે, જ્યારે બધુ જ નક્કી થઇ ગયું હતું તો મે સામેથી જ કંપનીને પૂછ્યું હતું કે મારા હિજાબ પહેરવાથી તમને કોઇ તકલીફ તો નથી ને. હું ધાર્મિક રીતે હંમેશા હિજાબ પહેરું છું. જેના પર મને આપવામાં આવી રહેલી નોકરીમાંથી ના પાડી દેવામાં આવી. મારું માનવું છે કે નોકરી કોઈપણ લાયકતને જોઇ આપવામાં આવે, નહીં કે ડ્રેસને જોઇને. ગઝાલાએ જણાવ્યું કે, તે એક અંગ્રેજીના મોટો ન્યૂઝપેપર અને હિંદી ન્યૂઝ ચેનલમાં ઈન્ટર્નશિપ કરી ચૂકી છે. ત્યાં આ પ્રકારની કોઇ શરત નહોતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે ગઝાલાની આ પીડા

AMU વિદ્યાર્થીની રહી ગઝાલાએ પોતાની આ પીડા સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાના ફેસબુક અને ટ્વીટર અકાઉન્ટ પર ગઝાલાએ આ વાત લખી છે. આ પહેલા પણ હિજાબને લઇ અને મુસ્લિમ નામને લઇ નોકરી દરમિયાન વિવાદ થતા રહ્યા છે.

કોણ કહે છે કે હિજાબ ભારતીય સંસ્કૃતિમાં નથી

બૈકુંઠી દેવી કન્યા કોલેજમાં ઉર્દૂની HOD ડૉક્ટર નસરીન બેગમ કહે છે કે, જ્યારે સ્કૂલ, કોલેજમાં હિજાબને લઇ કોઇ મુશ્કેલી નથી તો પછી નોકરીમાં શા માટે? કોણે કહ્યું કે આ ઈન્ડિયન કલ્ચરમાં નથી. મુસ્લિમ ધર્મ શું ભારતમાં નથી. વિભિન્ન સંસ્કૃતિવાળા આપણા દેશમાં ડઝનો પહેરવેશ, બોલી અને ખાનપાન છે. તેમ છતાં આપણે સદીઓથી એક ગુલદસ્તા જેવા જ રહેતા આવ્યા છે. હિજાબને લીધે નોકરી ન આપવી ભેદભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp