ATMમાં કેશ ન હોવાનું ટેન્શન લેવા જેવું નથી, અરુણ જેટલીએ બતાવ્યું આ કારણ

PC: facebook.com/pg/finmin.goi

દેશના ઘણા રાજ્યોમાં ફરીથી એક વખત કેશની તંગી સામે આવી છે. ઘણી જગ્યાઓએ હાલત નોટબંધી જેવી થઈ ગઈ છે. કેશની કમીના આ મુદ્દા પર નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે, તેમણે આ આખી સ્થિતિની સમીક્ષા કરી છે. દેશમાં કેશની કમી નથી, માત્ર અમુક જગ્યાઓએ અચાનક માંગ વધી જવાને લીધે આ મુશ્કેલી આવી છે.

નાણામંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં દેશમાં ચાલી રહેલી કેશની તંગી અંગેની તપાસ કરી છે. બજાર અને બેંકમાં પર્યાપ્ત માત્રામાં કેશ છે. જે જગ્યાએ મુશ્કેલી આવી છે તે એટલા માટે કારણ કે અમુક જગ્યાએ અચાનક કેશની માગણી વધી ગઈ છે.

દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ATMમાં કેશ ન હોવાને લીધે લોકોને પૈસા ન મળતા નોટબંધી જેવી મુશ્કેલીની પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ મુશ્કેલીનો ઉકેલ બે-ત્રણ દિવસમાં આવી જશે તેવું કહેવામાં આવ્યું છે અને દેશમાં રોકડની કોઈ તંગી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

RBIએ બધી બેંકોને આદેશ આપ્યો છે કે તેમના ATMમાં કેશની વ્યવસ્થા કરવામાં આવે. આ સિવાય RBIએ કહ્યું હતું કે માર્ચ-એપ્રિલ દરમિયાન આ પ્રકારની સમસ્યા આવે છે અને ગયા વર્ષે પણ આવી સમસ્યા ઊભી થઈ હતી, જે 2-3 દિવસમાં દૂર થઈ હતી. ATMમાં પૈસા ન હોવાની સમસ્યા સામે આવ્યા પછી RBIએ દરેક બેંકને આ મુશ્કેલી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp