બિહારમાં બેંક અધિકારી બનીને રોકી કેશ વેન, પછી લૂંટી લીધા આટલા કરોડ રૂપિયા

PC: jagran.com

કિશનગંજ શહેરના નજીક પશ્ચિમ બંગાળના રામપુરમાં SIS સુરક્ષા એજન્સીની કેશ વેનમાંથી 2 કરોડ 40 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. લૂંટની આ વારદાત બપોરે 12 કલાકે કરવામાં આવી છે. એક સ્કોર્પિયો પર સવાર ગુનેગાર જે SBI નું આઈકાર્ડ પહેરેલો હતો અને તેની ગાડી પર SBI નો લોગો લગાવ્યો હતો. તેણે પહેલા પોતાને બેંકનો અધિકારી ગણાવીને વેનનો દરવાજો ખોલવા માટે કહ્યું પછી હથિયાર બતાવીને લૂંટ કરી અને સરળતાથી ભાગી ગયો.

લૂંટની આ ઘટનામાં ચાર લોકો શામેલ હતા, જે સ્કોર્પિયોમાં જ સવાર હતા. લૂંટની ઘટના પછી કર્મચારી નજીકના કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા. મામલાની માહિતી મળતા જ ઘટનાસ્થળે SDPO અનવર જાવેદ પણ પોલીસ દળ સાથે પહોંચ્યા. જો કે, ઘટનાસ્થળ પશ્ચિમ બંગાળના ચુલીયા પોલીસ સ્ટેશનમાં આવતું હતું, તે કારણે SDPO એ બંગાળ પોલીસને આની માહિતી આપી અને સાથે લઇ ગયા, પણ રસ્તામાંથી જ પશ્ચિમ બંગાળ પોલીસ ક્યાંક નીકળી ગઈ. તેનાથી મામલો ખૂબ જ સંદિગ્ધ લાગી રહ્યો છે.

લૂંટની આટલી મોટી ઘટનામાં કોણ-કોણ સામેલ છે? તે તપાસ પછી ખબર પડશે. માહિતી અનુસાર ત્રણ કર્મચારી બિહારમાં પૈસા જમા કરી રહ્યા હતા. તેમજ બે કર્મચારી પેટ્રોલ લેવા માટે પશ્ચિમ બંગાળ કેવી રીતે પહોંચ્યા? જે કર્મચારી નિવેદનમાં કહી રહ્યા છે. SDPO એ જણાવ્યું કે, આવો કાયદો સુસંગત નથી, પણ ઘટનાસ્થળ પશ્ચિમ બંગાળમાં છે, આ કારણે ઝીરો FIR કરીને બંગાળના ચાકુલીયા સ્ટેશન પોલીસને મોકલવામાં આવી રહી છે.

બંગાળ પોલીસના પહેલા કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચવાના પછી ઘટનાસ્થળે ન જવાને લઈને મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો છે. સૂચના અનુસાર સુરક્ષા એજન્સીના અધિકારીઓને બંગાળના ચાકુલીયા પોલીસ પાસેથી મદદ મળી નથી, આ કારણે હવે સુરક્ષા એજન્સીના કર્મચારી કોર્ટની મદદ લેવાનો પ્રયત્ન કરશે.

કિશનગંજ SBI મુખ્ય શાખા ગાંધી ચૌકથી SIS કંપનીના પાંચ કર્મચારી 2 કરોડ 40 લાખ રૂપિયા લઈને કેશ વેનથી ખગડા BSF કેમ્પની બહાર ATM માં પૈસા લોડ કરવા પહોંચ્યા હતા, જ્યાં બે ATM માં 37 લાખ રૂપિયા બે કર્મચારી વિનય કુમાર મંડલ અને દશરથ રાઉત ATM માં નાંખી રહ્યા હતા અને એક ગનમેન સુલતાન ATM ની બહાર સુરક્ષામાં ઉભો હતો. રસ્તા પર કેશ વેન પર ચાલક જમીલ અખ્તર અને ગનમેન ગુલઝાર હુસૈન હતો. અચાનક કોઈને કંઈ પણ કહ્યા વગર ચાલક ગનમેન રૂપિયા ભરીને ગાડી લઈને બંગાળ પેટ્રોલ ભરવા માટે ચાલ્યો ગયો. આ દરમિયાન ગુનેગારોએ લૂંટ મચાવી. જો કે, મામલાને લઈને પોલીસ પાંચેય કર્મચારીઓ સાથે પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp