26th January selfie contest

ભૈયુજી મહારાજની અંતિમ ઈચ્છાથી પરિવારના લોકો હેરાન, બીજી સ્યૂસાઈડ નોટ પર શંકા

PC: timesnownews.com

ઈંદોરના આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજના સુસાઈડ નોટે નવો વિવાદ ઉભો કર્યો છે. મંગળવારે આત્મહત્યા કરતા પહેલા ભૈયુજ મહારાજે જે સુસાઈડ નોટ લખી હતી, તેના પાછળના પેજ પર તેમણે પોતાના જૂના સેવક વિનાયકને સંપત્તિની સાથે બધા નાણાકીય અધિકાર સોંપવાની ઈચ્છા જણાવી છે.

જેના લીધે પરિવારજનો હેરાન છે અને બીજી તરફ શ્રી સદુરુ દત્તા ધાર્મિક અને પરમાર્થિક ટ્રસ્ટના સભ્યો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. તેની સાથે બીજી સુસાઈડ નોટની સત્યતાને લઈને પણ શંકા જતાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એ પણ શંકા છે કે ભૈયુજીના નિધન પછી તેમના ટ્રસ્ટના મામલાના કોણ નિર્ણય લેશે, પોલીસ હેન્ડરાઈટિંગ એક્સપર્ટ દ્વારા ભૈયુજી મહારાજની સુસાઈટ નોટનું લખાણ ચેક કરી રહ્યા છે.

તેવામાં સૂત્રોના કહેવા પ્રમાણે આ નોટ ભૈયુજીએ જ લખી છે કે નહીં તેના પર પણ હજુ શંકા છે. ભૈયુજી મહારાજના સંબંધીઓ અને નજીકના લોકોનું સાફ કહેવું છે કે આ બધા મામલામાં વિનાયકની દખલથી બધા ખુશ નથી. પૂર્વ એનસીપીએમએલએ અને ભૈયુજીના નજીકના દીપક સાલુંખેનું કહેવું છે કે, વિનાયક તરફથી આપત્તિનો કોઈ સવા નથી કારણ કે આ કાચની જેમ સાફ છે કે સંપત્તિ પર પરિવારનો હક છે અને આ સંબંધમાં જે કંઈ પણ થશે એ પરિવાર તરફથી થશે.

જ્યારે વિનાયકને ભૈયુજીના સુસાઈડ નોટમાં પોતાનું નામ આવવા અંગેનો સવાલ પૂછવામાં આવતા તેણે કોઈ પણ પ્રતિભાવ આપવાની ના પાડી દીધી હતી. ગઈકાલે ઈંદોર ખાતે તેમના સમર્થકોના જય જયકારની વચ્ચે ભૈયુજીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમની 17 વર્ષની પુત્રી કુહૂએ તેમની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp