બાળકને કિનારે મૂકી ધસમસતા પાણીના પ્રવાહમાં મહિલાએ કૂદકો મારી યુવકને બચાવ્યો

PC: aajtak.in

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજે 80 કિલોમીટર દૂર નઝીરાબાદ ગામમાં રહેતી 32 વર્ષીય મહિલાએ બહાદુરીની મિસાલ આપતા એક ખેડૂતને ડૂબતા બચાવી લીધો છે. આ દરમિયાન તેણે આ વાતની પણ કોઈ ચિંતા નથી કરી કે, તેનું 8 મહિનાનું એક બાળક પણ છે.

મહિલાએ 2 ખેડૂતોને નાળાના ધસમસતા પ્રવાહમાં ડૂબતા જોયું, તો 8 મહિનાના દીકરાને જમીન પર મૂકીને નાળાના પ્રવાહમાં કૂદકો મારી દીધો અને એક ખેડૂતનો જીવ બચાવી લીધો, જ્યારે બીજો ખેડૂત પાણીના પ્રવાહમાં ડૂબી ગયો, જેનું શવ બીજા દિવસે મળ્યું હતું.

નઝીરાબાદ TI બી.પી.સિંહે એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે, 1 ઓગસ્ટ ગુરુવારે, નઝીરાબાદની પાસેના નાળામાં ભારે વરસાદના કારણે અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું. આ દરમિયાન પોતાના ખેતરમાં દવા છાંટવા માટે ગયેલા રાજૂ અને જિતેન્દ્ર નામના બે ખેડૂત નાળાના એક કિનારે ઉભા રહી ગયા, જ્યારે તેમની બાઈક બીજા કિનારે ઉભી હતી. વરસાદના પછી નાળામાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, પણ તદ્દઉપરાંત બંને નાળાને પાર કરવા લાગ્યા.

નાળાના કિનારે ઉભા રહેલા લોકોએ બંનેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ બંનેએ વાત ન માની અને નાળાની વચ્ચે પહોંચી ગયા અને આ દરમિયાન ડૂબવા લાગ્યા. નાળાની પાસે જ કંજરોની ઝૂંપડપટ્ટીઓ છે, જ્યાં રહેતી રવીનાએ જ્યારે બંનેને ડૂબતા જોયા, તો પોતાના જીવની ચિંતા કર્યા વગર, તેને પોતાના 8 મહિનાના બાળકને નીચે મુક્યું અને નાળાના ધસમસતા પ્રવાહમાં કૂદી ગઈ.

રવીનાએ જિતેન્દ્ર નામના વ્યક્તિનો જીવ તો બચાવી લીધો, પણ રાજૂ પાણીના પ્રવાહમાં ડૂબી ગયો. રાજુનું શવ આગામી દિવસે નાળાની આગળની તરફ મળ્યું, જ્યારે પાણીનું સ્તર ઓછું થઇ ગયું. પોલીસને મહિલાના બહાદુરી વિશે માહિતી મળી તો, નઝીરાબાદ TI બીપી સિંહે બહાદુરીની પ્રશંસા કરતા રવીનાને 1 હજાર રૂપિયા રોકડા પુરસ્કારથી સન્માનિત કર્યું.

રવીનાએ જણાવી દુર્ઘટનાની કહાની

રવીનાએ કહ્યું કે, ‘હું પોતાના 8 મહિનાના બાળકને ખોળામાં લઈને ગુરુવારે નળ પર પાણી ભરવા ગઈ હતી, પાણી ભરી રહી હતી કે, એક યુવકને નજીકના નાળામાં ડૂબતો જોયો. તે મને જોઇને બૂમો પાડી રહ્યો હતો કે, ‘દીદી મુઝે બચા લો...’ મને કંઈ પણ સમજમાં નથી આવ્યું, તરત જ દીકરાને ખોળામાંથી ઉતારીને જમીન પર રાખ્યું અને પાણીમાં કૂદકો લગાવી દીધો, મને તરતા આવે છે. એક-દોઢ મિનિટની અંદર હું એક યુવકને ઊંડા પાણીમાંથી ખેંચીને બહાર કાઢ્યું. બીજા યુવકને બચાવવા માટે ફરી પાણીમાં ઉતારી, ત્યાર સુધી તે ગુમ થઇ ચૂક્યો હતો. બંને યુવકોને થોડું-થોડું તરતા આવડતું હતું, પણ વધતા પાણીમાં તરવાનો તેમનો અનુભવ ઓછો હતો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp