આ રાજ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ CM સહિત 12 ધારાસભ્ય TMCમાં થયા સામેલ

PC: indianexpress.com

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ મોટો ઝટકો આપ્યો છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત પાર્ટીના 12 ધારાસભ્યો ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. રાજ્યમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. મેઘાલયમાં ચૂંટણી લડ્યા વિના જ તૃણમૂલ કોંગ્રેસ હવે મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. જોકે પાર્ટીના બે તૃતિયાંશથી વધારે ધારાસભ્યોએ પાર્ટી બદલી છે. એવામાં તેમના પર પાર્ટી બદલ કાયદો લાગુ નહીં થાય. માનવામાં આવી રહ્યું છે કે વિંસેન્ટ એચ. પાલાને મેઘાલય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનાવ્યા બાદ સંગમા નિરાશ ચાલી રહ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, મુકુલ સંગમાએ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી સાથે સપ્ટેમ્બરમાં મુલાકાત કરી હતી. ત્યારબાદ જ પૂર્વોત્તરના આ રાજ્યમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. મમતા બેનર્જી 22-25 નવેમ્બર સુધી દિલ્હીના પ્રવાસ પર છે. મંગળવારે જ ત્રણ મોટા નેતાઓને મમતા બેનર્જીએ પાર્ટી જોઇન્ટ કરાવી. સૌથી પહેલા JDUના સાંસદ રહી ચુકેલા પવન વર્માએ પાર્ટીની સભ્યતા લીધી. ત્યારબાદ કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, તેમના પત્ની પૂનમ આઝાદ સાથે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચ્યા.

અહીં પહેલાથી જ ઉપસ્થિત મમતા બેનર્જીએ તેમને પાર્ટીની સભ્યતા અપાવી હતી. તેના થોડાં કલાકો બાદ જ હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રહી ચૂકેલા અશોક તંવર પણ મમતા બેનર્જીને મળ્યા અને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. અશોક તંવરની ગણતરી એક સમયે રાહુલ ગાંધીના નજીકના લોકોમાં થતી હતી. મમતા બેનર્જી, કીર્તિ આઝાદ અને અશોક તંવરના સહારે બિહાર અને હરિયાણામાં પાર્ટી સંગઠન મજબૂત કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

મમતા બેનર્જી સાથે જાણીતા લેખક જાવેદ અખ્તર અને BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની નજીક રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ પણ મંગળવારે દિલ્હીમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. આ મુલાકાત લગભગ 1 કલાક ચાલી. જોકે એ સ્પષ્ટ નથી કે તેમની વચ્ચે શું ચર્ચા થઈ. કુલકર્ણી એક સમયે અટલ બિહારી વાજપેયીના સલાહકાર રહેતા હતા. તેમની તબિયત ખરાબ થયા બાદ લાલકૃષ્ણ અડવાણીના સલાહકાર બની ગયા. કુલકર્ણીએ જ વર્ષ 2009માં લોકોસભ્યની ચૂંટણી પહેલા અડવાણી ફોર PM કેમ્પેઇનની શરૂઆત કરી હતી. રાજનૈતિક ક્ષેત્રમાં સુધીન્દ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધીના રૂપમાં માનવામાં આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp