પત્નીએ પાડોશી સાથે લગ્ન કરતા પતિનો ઝેર ખાઈ આપઘાત, ફેસબુક પર કરી ન્યાયની માગણી

PC: news18.com

બિહારના અરરિયામાં એક વ્યક્તિએ સનસનીખેજ રીતે આત્મહત્યા કરી લીધી. એ વ્યક્તિની પત્નીએ પાડોશી યુવક સાથે લગ્ન કરી લીધા હતા, જેને તે સહન ના કરી શક્યો અને રૂમ બંધ કરીને ઝેર ખાઈ લીધું. ઝેર ખાવા દરમિયાન તેણે ફેસબુક પર આવીને ન્યાયની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સિમરાહાના હેમંત ગુપ્તાની પત્નીએ પોડોશમાં રહેતા છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. જેને હેમંત સહન ના કરી શક્યો અને તેણે રૂમ બંધ કરીને ઝેર ખાય લીધું. ઝેર ખાવા દરમિયાન તે ફેસબુક પર લાઈવ થયો હતો.

ફેલબુક પર લાઈવ થઈને તેણે કહ્યું કે, હું હેમંત ગુપ્તા પુરા હોશો હવાસમાં નિવેદન આપુ છું કે મારી પત્ની મુન્ના દેવી પર રાકેશ શાહે કબ્જો કરીને કોર્ટ મેરેજ કરી લીધા છે. તેને અમે સહન ન કરી શક્યા. હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારા મર્યા બાદ મને ન્યાય જોઈએ. ફેસબુક લાઈવ જોયા બાદ કેટલાક લોકો તેના ઘર તરફ દોડ્યા અને પોલીસને જાણકારી આપી દેવામાં આવી. પોલીસની હાજરીમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો, તો જોયું કે તે તો બેભાન અવસ્થામાં પડ્યો છે. હેમંતને પહેલા અરરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી કટિહાર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. ત્યાં તેનું મોત થઈ ગયું.

એક તરફ મોતની ખબર સાંભળતા જ તેની (મૃતકની) પત્ની અને તેનો નવો પતિ (રાકેશ શાહ) ફરાર થઇ ગયા છે. શવને કટિહારથી સિમરાહા લઈ જવામાં આવ્યું, જ્યાંથી શવને પોસ્ટમોર્ટમ માટે અરરિયા મોકલી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, હેમંત દિલ્હીમાં રહેતો હતો. જ્યારે તેને ખબર પડી કે પત્નીએ પાડોશમાં જ રહેતા છોકરા રાકેશ સાથે લગ્ન કરી લીધા છે, તો હેમંત દિલ્હીથી ઘરે આવી ગયો અને પત્નીને પાછી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યો પરંતુ, સફળ ન થયો. હેમંત આ આઘાત સહન ન કરી શક્યો અને મોતને ગળે લગાવી લીધી. મરવાના સમયે ફેસબુક લાઈવ પર મરવા અને ન્યાય મેળવવાનો આ સંદેશ આખા વિસ્તારમાં જેમ જંગલમાં આગ લાગી હોય એ રીતે ફેલાઈ ગઈ. આ ઘટના બાબતે રાકેશ શાહ વિરૂદ્વ FIR દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp