મહિલા મતદારો માટે BJP એક્શન મૂડમાં,બિધુરીનું બલિદાન આપી શકે છે!ટિકિટ કપાઈ શકે છે
આ વખતે દિલ્હીની ચૂંટણીમાં રાજકીય પક્ષોની નજર ખાસ કરીને મહિલાઓના મતો પર છે. આ માટે આમ આદમી પાર્ટી, BJP અને કોંગ્રેસે પોતપોતાની રીતે જાહેરાત કરી છે. પરંતુ BJP માટે દિલ્હીની કાલકાજી બેઠક BJPના ઉમેદવાર રમેશ બિધુરીના વિવાદાસ્પદ નિવેદનોને કારણે જોખમમાં મુકાઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રમેશ બિધુરી આ દિવસોમાં પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. જો કે આ નિવેદનને લઈને તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના CM આતિશી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા વિશે રમેશ બિધુરીની તાજેતરની વિવાદાસ્પદ ટિપ્પણી પછી પાર્ટીમાં તીખી પ્રતિક્રિયા આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમના સ્થાને મહિલાને ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ શરૂ થઈ હોવાની અટકળો ચાલી રહી છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, તેમની ટિપ્પણી પછી ઓછામાં ઓછી બે સંગઠનાત્મક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં રમેશ બિધુરીની ઉમેદવારી 'બદલવા કે રદ' કરવાની સંભાવના પર ચર્ચા કરવામાં આવી છે. તેમની બેઠક બદલવામાં આવે તેવી પણ પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ દિલ્હીના આ મજબૂત ગુર્જર નેતા બે વખત લોકસભાના સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
સૂત્રોનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે, રમેશ બિધુરીને બદલવા માટે ઘણી સંભવિત મહિલા ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે. પૂર્વ સાંસદને શનિવારે 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમના ગૃહ મતવિસ્તાર કાલકાજીથી CM આતિશી સામે ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી હતી.
BJPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, 'કાલકાજીમાંથી તેમને ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઈને પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા હતા. જ્યાં તુગલકાબાદ જેવા મતવિસ્તારની સરખામણીમાં ગ્રામીણ વસ્તી પ્રમાણમાં નહિવત્ છે. જેનું નામ તેમના ગામના નામ પર રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને પંજાબી મતદારો વધુ છે. તેમના સતત વિવાદાસ્પદ નિવેદનોએ આ શંકાઓને વધુ વધારી દીધી છે.'
બિધુરીએ 1993માં BJPની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા, અને 1998માં ફરી વખત નિષ્ફળ રહ્યા. તેઓ 2003માં તુગલકાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2008 અને 2013માં ફરીથી બેઠક જાળવી રાખી હતી, તેમણે 2014 અને 2019માં દક્ષિણ દિલ્હી લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક જીત્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp