વેલેન્ટાઈન ડે પર છોકરીઓને અપાવી પ્રેમ ન કરવાની શપથ

PC: dbpost.com

મહારાષ્ટ્રની BJP નેતા પંકજા મુંડેએ અમરાવતીની એક સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને પ્રેમ અને લવ મેરેજ ન કરવા વિરુદ્ધ શપથ ગ્રહણ કરાવવા અંગે નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યા છે કે, ખાલી છોકરીઓ જ શા માટે શપથ લેશે?

પંકજા મુંડેએ ટ્વીટ કરીને લખ્યું, હાસ્યાસ્પદ! અજીબ! અમરાવતીની એક સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રેમમાં ન પડવાની શપથ લીધી અને પ્રેમ વિવાહ ન કરવાનો સંકલ્પ લીધો. માત્ર છોકરીઓ જ શા માટે શપથ લે છે? તેમણે બીજા ટ્વીટમાં લખ્યું, છોકરીઓને બદલે છોકરાઓને શપથ લેવડાવો કે તેઓ એક તરફી પ્રેમમાં છોકરી પર એસિડ એટેક નહીં કરશે અને તેમને જીવતી સળગાવશે નહીં. તેમણે શપથ લેવા જોઈએ કે, તેઓ છોકરીઓને ગંદી નજરથી નહીં જોશે. તેઓ ક્યારેય પણ કોઈની પણ સાથે આવું નહીં થવા દેશે.

રિપોર્ટ અનુસાર, પ્રેમ કરનારા લોકો પોતાના પ્રેમનો એકરાર કરવા માટે વેલેન્ટાઈન ડેને પસંદ કરે છે. પરંતુ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સ્કૂલની વિદ્યાર્થીનીઓને વેલેન્ટાઈન ડેના અવસરે એક અલગ જ પ્રકારની શપથ લેવડાવવામાં આવી. શપથ ગ્રહણ કરતી વખતે વિદ્યાર્થીનીઓએ પ્રેમમાં ન પડવાની અને લવ મેરેજ ન કરવાનો સંકલ્પ લીધો.

શપથ અપાવવા પાછળનું કારણ જણાવતા કહેવામાં આવ્યું હતું કે, હાલ છોકરા-છોકરીઓની વચ્ચે પ્રેમ વધતો દેખાઈ રહ્યો છે. દહેજની પ્રથા પણ વધી ગઈ છે. આ જ કારણ છે કે, અમરાવતી જિલ્લાની મહિલા અને કલા મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ પાસે અજીબ સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

શપથ ગ્રહણ કરતી વખતે વિદ્યાર્થીનીઓએ કહ્યું, હું કસમ ખાઉં છું, મને મારા માતા-પિતા પર પૂરો વિશ્વાસ છે. આથી મારી સામે થનારી ઘટનાઓને જોતા હું પ્રેમ અને પ્રેમ લગ્ન નહીં કરીશ. સાથે જ દહેજ લેનારાઓ સાથે લગ્ન નહીં કરીશ. એક ભાવિ માતાના રૂપમાં, હું પોતાની ભાવિ વહુ પાસે દહેજ નહીં લેવા દઈશ. સાથે જ છોકરીને પણ દહેજ નહીં આપીશ.

સ્કૂલ પ્રશાસનનું માનવું છે કે, મહિલાઓ વિરુદ્ધ હિંસા પર અંકુશ લગાવવા માટે તેમનો આ નિર્ણય ઉપયોગી સાબિત થશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અમરાવતીની આ છોકરીઓ પાસે બાકીની છોકરીઓએ શીખામણ લેવાની જરૂર છે. સાથે જ વિદ્યાર્થીનીઓએ હિંગણઘાટની ઘટનાનો શિકાર મહિલાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp