આગ્રાનું નામ બદલીને જાણો શું કરવા વિચારણા છે

PC: wikipedia.org

મુગલસરાય, અલ્હાબાદ, ફૈઝાબાદ વગેરેના નામો બદલ્યા બાદ પણ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શાંતિનો શ્વાસ લેતી દેખાઈ નથી રહી. એવા સંકેત પણ છે કે, હવે યુપીના એવા તમામ શહેરો છે, જેમના નામો બદલવામાં આવશે અને જે શહેરોના નામો બદલવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, તેમાં મુઝફ્ફરનગર અને આગ્રા શહેરના નામો ટોચ પર છે. ઈલાહાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા રાખ્યા બાદ યોગી આદિત્યનાથની આગેવાની ધરાવતી સરકાર તરફથી અન્ય ઘણા શહેરોના નામ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, BJP સાંસદ જગન પ્રસાદ ગર્ગે આગ્રા શહેરને લઈને માંગણી કરી છે કે, આગ્રાને આગરાવન અથવા અગ્રવાલ નામ આપવામાં આવે.

મળતી માહિતી અનુસાર, BJPના સભ્યો તાજમહલને એક રાજપૂત રાજા દ્વારા બનાવવામાં આવેલુ શિવમંદિર કહે છે અને હવે માંગણી કરી રહ્યા છે કે, આગ્રાનું નામ બદલીને અગ્રવાલ કરી દેવામાં આવે, કારણ કે અગ્રવાલ સમુદાયના લોકો વધુ રહે છે. આગ્રા ઉત્તર તરફથી સાંસદ જગન પ્રસાદ ગર્ગે CM યોગી આદિત્યનાથને પત્ર લખીને આ માંગણી કરી છે.

BJP સાંસદ જગન પ્રસાદ ગર્ગનું કહેવુ છે કે, આગ્રાનું કોઈ મહત્ત્વ નથી, પહેલા અહીં ઘણા બધા વન હતા અને અગ્રવાલોના નિવાસ હતા અને આજે પણ આ અગ્રવાલોની રાજધાની છે. અહીં અગ્રવાલ સમુદાયના લોકો વધુ રહે છે. આથી, તેનું નામ આગ્રાવન અથવા અગ્રવાલ હોવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ યુપીના મુઝફ્ફરનગરનું નામ બદલવાનો લઈને BJP સાંસદ સંગીત સોમે પણ અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, હજુ તો ઘણા શહેરોના નામ બદલાવાના છે. મુઝફ્ફરનગરનું નામ બદલીને લક્ષ્મીનગર કરવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મુગલોએ અહીંની સંસ્કૃતિને નષ્ટ કરવાનું કામ કર્યુ છે. ખાસ કરીને હિંદુત્વને નષ્ટ કરવાનું કામ કર્યું છે. અમે લોકો એ સંસ્કૃતિને બચાવવા માટે કામ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp