BJP સાંસદ બોલ્યા- GDPને રામાયણ-મહાભારત માની લેવું નહિ, ભવિષ્યમાં તેનો ઉપયોગ ઓછો

PC: hindustantimes.com

ભાજપા સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં કહ્યું હતું કે, GDPને બાઈબલ, રામાયણ અને મહાભારત માની લેવું ઉચિત નથી. તેમણે કોર્પોરેટ દરમાં ઘટાડો કરવાના સંશોધન બિલ પર ચર્ચા દરમ્યાન આ ટિપ્પણી કરી હતી.

નિશિકાંત દુબેએ ઘણાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ઉદ્ધત કહેતા કહ્યું હતું કે, આ સમય સતત આર્થિક વિકાસનો છે. અને તે માર્ગે મોદી સરકાર સફળતાની સાથે કામ કરી રહી છે. માત્ર GDPને બાઈબલ, રામાયણ અને મહાભારત માની લેવું બરાબર નથી અને ભવિષ્યમાં તેનો વધારે ઉપયોગ છે નહિ.

સાંસદે આ રીતની ટિપ્પણી એવા સમયે કરી જ્યારે ચાલૂ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP દર 5 ટકાથી ઘટીને 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, આ સરકારને લીધે સામાન્ય નાગરિકોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે. ઉજ્જવલા અને સ્વચ્છ ભારત મિશન તથા 2024 સુધી દરેક ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે. જેના તરફ કામ થઈ રહ્યું છે.

ભાજપા સાંસદ દુબેએ કહ્યું, સરકારનું મુખ્ય લક્ષ્ય MSME ક્ષેત્રને આગળ લઈ જવાનું છે. કોંગ્રેસે તેના કાર્યકાળ દરમ્યાન એટલા બધાં આર્થિક કરારો કર્યા છે કે તેને લઈને સરકાર પાસે હવે કોઈ અન્ય વિકલ્પ નથી.

દેશની GDP વૃદ્ધિના આંકડા સત્તાવાર રીતે જાહેર થયા હતા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. વર્તમાન નાણાકીય વર્ષ (2019-20)ના ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 4.5 ટકા પર પહોંચી ગયો છે.

ભાજપા સાંસદે લોકસભામાં કહ્યું હતું કે, GDP 1934માં આવી અને પહેલા તે હતી જ નહિ. માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી અને ભવિષ્યમાં GDPનો બહુ ઓછો ઉપયોગ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp