ભારત જોડો બાદ ભાજપનો નયા ભારતનો નારો

13 Aug, 2017
12:00 AM
PC: DailyO.com

ગાંધીજીએ ભારત છોડો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલે નયા ગુજરાતનો નારો આપ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નયા ભારતનો નારો આપ્યો છે.

ભાજ૫ના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. 9 મી ઓગષ્ટ, 1942 ના રોજ સ્વરાજય માટેનો સંકલ્પ સાથે આ ‘‘ક્રાંતિ દિવસ’’ અંગ્રેજાને ‘‘ભારત છોડો’’ આંદોલનના સંકલ્પથી પ્રારંભ થયો અને 5 વર્ષ પછી 15 ઓગષ્ટ, 1947ના દિવસે દેશની સ્વતંત્રતા સાથે આ સંકલ્પ સિધ્ધ થયો હતો. ભારતને 2022 માં આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9મી ઓગષ્ટ, 2017 આવેલ ક્રાંતિ દિવસથી શરૂ કરીને 2022 સુધી એટલે કે 5 વર્ષ સુધી સંકલ્પ સે સિધ્ધિ મંત્ર સાથે ‘‘નયા ભારત’’ ના નિર્માણ માટે ‘‘ભારત જોડો’’નું એક મહાઅભિયાન ચલાવવા દેશની જનતાને આહ્‌વાન કર્યું છે. ગુજરાત ભાજપે નવા ભારત ના નિર્માણમાં ‘‘સંકલ્પ સે સિધ્ધિ’’નાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

9 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ સુધી દરેક તાલુકામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદોની પ્રતિમાઓને ભાજપ દ્વારા પુષ્પાંજલી કરીને મશાલ સરઘસ કાઢવામાં આવશે. દરેક મંડલ સ્તરે મોટર સાઈકલ રેલી દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન થશે. 14 ઓગષ્ટે આઝાદીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના ગીતોના કાર્યક્રમોનું આયોજન કરશે. 15 ઓગષ્ટે ધ્વજવંદનના કાર્યક્રમો કરવા. આ દિવસે ગંદકી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે દૂર કરવાના સંકલ્પો લેવામાં આવશે. આ મહિના દરમ્યાન સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ જેવા સામાજીક સેવાના કાર્યક્રમો ભાજપ દ્વારા કરવામાં આવશે.

‘‘ભારત જોડો’’ના આહ્‌વાન સાથે નવા ભારતના નિર્માણ માટેના સમગ્ર કાર્યક્રમો માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશની એક બેઠક થશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: