BJP અધ્યક્ષે કહ્યુ- ચિદમ્બરમના ISI-નક્સલિઓ સાથે સંબંધ હોય શકે છે

PC: thehindu.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ની જમ્મુ-કાશ્મીર એકાઈના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ સંવિધાનની કલમ 370 ફરી ચાલુ કરવા માટે સમર્થન કરવા બદલ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પર શનિવારે નિશાનો સાધતાં કહ્યું હતું કે, ‘તેઓ પાકિસ્તાન અને ચીનની ભાષા બોલી રહ્યા છે અને તેમના ISI અને નક્સલીઓ સાથે સંબધ હોય શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ જેવા નેતાઓને દેશ વિરુદ્ધ બોલવા દેવા બદલ માફી માંગવી જોઈએ. ચિદમ્બરમે કથિતરીતે કહ્યું હતું કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો અને લોકોના અધિકારને લાગુ કરાવવા માટે મજબૂતીથી ઊભી છે.

તેમણે કહ્યું હતું કે, 5 ઓગસ્ટ 2019ના રોજ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મનમાનીવાળા અને ગેરકાયદેસર નિર્ણયને પાછો લેવામાં આવવો જોઈએ. ચિદમ્બરમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI અને નક્સલીઓ સાથે સંબંધ હોય શકે છે. રવીન્દ્ર રૈનાએ ટ્વીટર પર પોતાના એક વીડિયો નિવેદનમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસના નેતાઓએ હંમેશાં દેશની પીઠ પાછળ છુરો ભોંક્યો છે. કલમ 370 આતંકવાદ, અલગાવવાદ અને પાકિસ્તાન સમર્થક વિચારધારાની જન્મદાતા અને જમ્મુ-કાશ્મીરમાં લોહિયાળ હિંસા માટે મુખ્ય કારણ છે. ચિદમ્બરમ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ભાષા બોલી રહ્યા છે. તો એકતરફ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એમ કહેતા કોંગ્રેસ પર નિશાનો સાધ્યો કે, હવે તેમના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, કાશ્મીરમાં કલમ 370ને ખત્મ કરવાનો નિર્ણય ખોટો છે, તો શું કોંગ્રેસ એ બિહાર ચૂંટણીના ઘોષણાપત્રમાં સામેલ કરશે?

પ્રકાશ જાવડેકરે આગળ કહ્યું કે, કોંગ્રેસને એ ખબર છે કે, કલમ 370ને નાબૂદ કરવાના નિર્ણયનું આખા દેશે સ્વાગત કર્યું હતું. જે થોડાક અલગાવવાદી છે તેમના સૂરમાં સૂર મળાવીને કોંગ્રેસ બોલી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પણ પાકિસ્તાનના વખાણ કરે છે, કોઈપણ વસ્તુ પર પાકિસ્તાનના વખાણ કરવા, ચીનના વખાણ કરવા તેમને સારું લાગે છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A નાબૂદ કરતાં જમ્મુ-કાશ્મીરને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp