કેજરીવાલના દાવાઓની ખૂલી પોલ! દિલ્હીની 458 બેડની હોસ્પિટલ માત્ર કાગળ પર

PC: moneycontrol.com

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે તકરાર વધુ એક પગલું આગળ વધી ગઇ છે. બંને પાર્ટીઓ વચ્ચે હાલનું ઘમાસાણ હોસ્પિટલ નિર્માણને લઈને છે. ભાજપે આમ આદમી પાર્ટી પર હોસ્પિટલ નિર્માણમાં મોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો છે કે, જે હોસ્પિટલ બાબતે આમ આદમી પાર્ટી ઢોલ વગાડી રહી હતી તેનું અત્યાર સુધી નિર્માણ થયું જ નથી. મનોજ તિવારીએ બુધવારે PWDની સાઇટ પર જઈને પોતે હોસ્પિટલની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો.

ભાજપે આદમી પાર્ટી હોસ્પિટલની સાઇટ પર વિઝિટ કર્યા બાદ કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જે હોસ્પિટલ વર્ષ 2020માં તૈયાર થવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો તે પોકળ સાબિત થયો છે. મનોજ તિવારીએ કહ્યું કે, અત્યારસુધી માત્ર પૈસાને લઈને ભ્રષ્ટાચારની વાત થઈ રહી હતી, પરંતુ હકીકતમાં તો હોસ્પિટલ નિર્માણ થયું જ નથી. ભાજપના સાંસદ મનોજ તિવારી હોસ્પિટલની હકીકત જાણવા માટે ભાજપના અધ્યક્ષ, આદેશ ગુપ્તા સાથે રોહિણીના કિરારીમાં પહોંચ્યા હતા.

ત્યાં હોસ્પિટલની જગ્યાએ માત્ર ખાલી જમીન મળી. જેમાં લાંબા સમયથી પાણી ભરાયેલું છે. હોસ્પિટલના નામ પર બ્લૂ ટીનની ચાંદરવાળી બાઉન્ડ્રી અને માત્ર દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયનું બોર્ડ મળ્યું.

આદેશ ગુપ્તાએ કહ્યું કે, કોરોના કાળમાં DDAએ જે જમીન માત્ર 49 રૂપિયામાં જનતાની સેવા માટે દિલ્હી સરકારને આપી હતી. તેને દિલ્હી સરકારે હજારો કરોડના કૌભાંડમાં બદલીને લોકોને છેતર્યા. મનોજ તિવારીએ કહ્યું કે, આ બધી જાણકારી હું ACB અને કોર્ટને આપીશ. આ મલ્ટી લેયર કૌભાંડ વધારે દિવસ છુપાશે નહીં.

PWDની સાઇટ બતાવી રહી છે કે, 458 બેડની હોસ્પિટલ વર્ષ 2020માં જ તૈયાર થઈ ચૂકી છે. સાંસદે PWDની સાઇટની જાણકારી શેર કરતા કહ્યું કે, તેને 28 જૂન, 2020માં જ નિર્મિત દેખાડી દેવામાં આવી, અહીં તો ઈંટ પણ દેખાતી નથી. દિલ્હી PWDનો વિભાગ હવે ‘પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ’ ન થઈને ‘પાપ વર્ક ડિપાર્ટમેન્ટ’ થઈ ગયો છે. મનોજ તિવારીના આરોપોનું ખંડન કરતા મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપવાળાનું કામ LG સાથે મળીને દિલ્હીના વિકાસ કાર્યોને રોકાવાનું છે. હોસ્પિટલોના કામમાં પણ રોડા નાંખવાની શરૂઆત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp