દિલ્હી માટે BJPનો ચૂંટણી ઢંઢેરો; મહિલાઓને મહિને 2500 રૂ., 5મા ભોજન, LPG પર 500..

PC: bjp.org

BJPએ દિલ્હી માટે પોતાના ચૂંટણી ઢંઢેરાનો પહેલો ભાગ જાહેર કર્યો છે. JP નડ્ડાએ પોતે તેને રિલીઝ કર્યું છે. પાર્ટીએ દિલ્હીમાં જીત માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. મહિલાઓ માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. JP નડ્ડાએ કહ્યું કે, PM મોદીની ગેરંટીનો અર્થ એ છે કે, ગેરંટી પૂર્ણ થશે. મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા. અમે જે કહ્યું, તે કર્યું છે. આપણે સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવાનું છે. અમે 2014માં 500 વચનો આપ્યા હતા અને તેમાંથી 499 પૂરા થયા. 2019માં, અમે 235 વચનો આપ્યા હતા અને 225 પૂરા કર્યા છે અને બાકીના અમલીકરણના તબક્કામાં ચાલુ છે. અમારું લક્ષ્ય સુશાસન, વિકાસ, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોની પ્રગતિ છે.

BJPના દિલ્હી સંકલ્પ પત્રમાં, મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ દરેક મહિલાને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. અમે તેને પહેલી કેબિનેટમાં પસાર કરીશું.

મધ્યપ્રદેશ BJP મહિલા સન્માન નિધિ તરીકે 1250 રૂપિયા આપી રહી છે. મહિલા સન્માન હેઠળ, મહારાષ્ટ્રમાં 2.4 કરોડ લોકોને 1250 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં દર મહિને 1000 રૂપિયા અને હરિયાણામાં દર મહિને 2100 રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

PM માતૃ વંદન યોજના હેઠળ, પ્રથમ બાળકના જન્મ પર 5 હજાર રૂપિયા અને બીજા બાળકના જન્મ પર 6 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

મહિલા સશક્તિકરણ હેઠળ, કેન્દ્ર સરકારે પ્રસૂતિ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે.

LPG સિલિન્ડર પર ગરીબ મહિલાઓને 500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવામાં આવશે.

માતૃ સુરક્ષા વંદન યોજનાને વધુ મજબૂતી આપવા માટે, 6 પોષણ કીટ આપવામાં આવશે. આ સાથે, દરેક ગર્ભવતી મહિલાને 21 હજાર રૂપિયા આપવામાં આવશે.

અટલ કેન્ટીન હેઠળ, 5 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે.

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે અટલ કેન્ટીન યોજના શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 10 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

અપંગ અને વિધવા પેન્શન 3 હજાર રૂપિયા કરવામાં આવશે.

આયુષ્માન ભારત દિલ્હીમાં લાગુ કરવામાં આવશે.

આયુષ્માન યોજના હેઠળ તમને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp