ભાજપના નેતાએ મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન, ધક્કો પણ માર્યો, જુઓ વીડિયો

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટીના નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દબંગ ટાઇપ આ નેતા એક મહિલા સાથે ગાળાગાળી કરતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં આ એક સમયે નેતા મહિલાને ધક્કો મારતો નજરે પડી રહ્યા છે. આ વીડિયોને ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ ઉતારી લીધો. ભાજપના નેતા જ્યારે આ હરકત કરી રહ્યો હતાો તો આસપાસ પણ ઘણા લોકો ઉપસ્થિત હતા. આ વીડિયો નોએડાના સેક્ટર 93(B)માં ઉપસ્થિત ગ્રેડ ઓમેક્સ સોસાયટીનો છે.

રિપોર્ટ મુજબ, વીડિયોમાં નજરે પડી રહેલ વ્યક્તિ ભાજપના કિસાન મોરચાના નેતા શ્રીકાંત ત્યાગી છે, આરોપ છે કે શ્રીકાંત ત્યાગીએ સોસાયટીના પાર્કમાં ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે, જેને લઈને સોસાયટીના રહેવાસી મોટા ભાગે ફરિયાદ કરતા રહે છે. શ્રીકાંતને 15 દિવસની અંદર ગેરકાયદેસર કબજો હટાવવાની નોટિસ પણ મળી ચૂકી છે, પરંતુ શ્રીકાંત સોસાયટીના રહેવાસીઓ પર પોતાને મોટા નેતા બતાવીને સત્તાની ધાક દેખાડતા કબજાને હટાવવાથી ના પાડી દે છે.

કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા તેના ગેરકાયદેસર કબજાને લઈને શ્રીકાંત સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન ભાજપના નેતા શ્રીકાંત ત્યાગી પોતાનો પિત્તો ગુમાવી દીધો અને મહિલા સાથે ગાળાગાળી કરવા લાગ્યો. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો શ્રીકાંતે મહિલાને ઝડપથી ધક્કો આપ્યો અને મારામારી કરવાનો પણ પ્રયત્ન કર્યો, આખી ઘટના આસપાસના લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો અત્યાર સુધી ભાજપના નેતા પાસે આ ઘટના બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કશું જ કહેવાની ના પાડી દીધી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નોએડા પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી લીધી છે. શ્રીકાંત ત્યાગી વીડિયોમાં કાળા રંગનો ટ્રેકશૂટ પહેરીને નજરે પડી રહ્યો છે. જેમાં તે મહિલા સાથે સતત અપશબ્દ કહી રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો શ્રીકાંત ત્યાગીને સમજાવી રહ્યા છે, ભાઈ સાહેબ છોડી દો, રહેવા દો, પરંતુ તે કોઇનું માનતો નથી. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હી મહિલા આયોગે ઉત્તર પ્રદેશ પોલીસના સંબંધિત અધિકારી સાથે વાત કરી છે અને એ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp