કેન્દ્ર સરકારનું એલાનઃ હવે 1 વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા

PC: thehindu.com

બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. એજ્યુકેશન મિનિસ્ટ્રીએ કહ્યું કે, હવે બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બેવાર આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવાનો રહેશે. લેટેસ્ટ અપડેટ છે કે કેન્દ્રએ બુધવારે નવી એજ્યુકેશન પોલિસી અનુસાર એજ્યુકેશન સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી. સાથે કહ્યું કે 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસિત કરવામાં આવશે.

એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા નવા પાઠ્યક્રમના પાયાની જાહેરાત કરવામાં આવી છે. જેના હેઠળ બોર્ડની પરીક્ષાઓ વર્ષનામ 2વાર લેવાશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ પોઇન્ટ જાળવી રાખવાની પરવાનગી રહેશે. મિનિસ્ટ્રી અનુસાર, આ નવા સિલેબસ હેઠળ બોર્ડ પરીક્ષાઓમાં મહિનાઓની કોચિંગ અને ગોખવાની ક્ષમતાની સરખામણીમાં વિદ્યાર્થીઓને સમજણના સ્તરે મૂલ્યાંકિત કરશે.

એજ્યુકેશન મિનિસ્ટ્રીના નવા સિલેબસના પાયા હેઠળ ધોરણ 11 અને 12માં વિષયોનું સિલેક્શન સ્ટ્રીમ સુધી સીમિત રહેશે નહીં. બલ્કે વિદ્યાર્થીઓ પોતાની પસંદના વિષયને સિલેક્ટ કરી શકશે. આ નવા સિલેબસ અનુસાર સ્કૂલ બોર્ડ યોગ્ય સમયમાં માગના અનુસાર પરીક્ષાની રજૂઆત કરવાની ક્ષમતા વિકસિત કરશે.

ન્યૂ એજ્યુકેશન પોલિસી અનુસાર, નવા અભ્યાસક્રમનો પાયો તૈયાર કરી લેવામાં આવ્યો છે. એજ્યુકેશન મિનિસ્ટ્રીએ કહ્યું છે કે 2024ના એજ્યુકેશનલ સેમેસ્ટર માટે પુસ્તકો તૈયાર કરવામાં આવશે. મિનિસ્ટ્રીએ નવા પાઠ્યક્રમનો ઢાંચો તૈયાર કરી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓમાં અભ્યાસ કરવાનો રહેશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઇએ.

એજ્યુકેશન મિનિસ્ટ્રીના નવા સિલેબસના પાયા હેઠળ ક્લાસિસમાં પાઠ્યપુસ્તકોને કવર કરવાની હાલની પ્રથાથી બચાવી શકાશે. એજ્યુકેશન મિનિસ્ટ્રીએ કહ્યું કે, પાઠ્ય પુસ્તકોની કિંમતોમાં પણ ઘટાડો લાવવામાં આવશે.

જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં એકવાર ફેલ થાય છે તો તે એજ વર્ષમાં બીજી એક્ઝામ આપી પાસ થઇ શકશે. જોકે, જે વિદ્યાર્થીઓનો સ્કોર પહેલી પરીક્ષામાં ઓછો રહેશે તે બીજી એક્ઝામ આપી સ્કોર વધારી શકશે.

કેન્દ્રનું માનવું છે કે, અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં એક જ વાર લેવાઇ રહી છે. વર્ષમાં બેવાર બોર્ડની પરીક્ષાનું આયોજન થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ પર દબાણ ઓછું રહેશે અને તેઓ ફ્રી માઇન્ડસેટની સાથે પરીક્ષા આપી શકશે. વર્ષની બંને પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો જે સ્કોર સૌથી સારો રહેશે તેને કાઉન્ટ કરવા માટે કોઈપણ એક પરીક્ષામાં પોતાની માર્કશીટ આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp