એ વ્યક્તિ જેણે ખોદી અસદની કબર, અતિકના બાપની કબર પણ તેણે જ ખોદેલી

PC: twitter.com

માફિયા અતિક અહમદનો પુત્ર અસદ અને તેના સહયોગી ગુલામના એન્કાઉન્ટર બાદ પરિવારજનોને તેમના શબ 24 કલાક બાદ સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા છે. ગુરુવારે બપોરે ઝાંસીમાં થયેલા એન્કાઉન્ટરમાં બંનેને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને શબોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમના 24 કલાક બાદ રાત્રે 1:30 વાગ્યે ઝાંસીથી બંનેની બોડી પ્રયાગરાજ માટે રવાના કરી દેવામાં આવી હતી. બે વાહનોમાં અસદ અને ગુલામની બોડી લઈ જવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ ગાડીઓ પણ શબ વાહન સાથે ચાલી રહી હતી. પ્રયાગરજમાં અસદ માટે કબર ખોદી દેવામાં આવી છે. જાનૂ ખાન નામના વ્યક્તિ સહિત 4 લોકોએ મળીને અસદ માટે કસારી મસારી કબ્રસ્તાનમાં કબર ખોદી છે.

જાનૂ ખાન અન્ય સાથીઓ સાથે શુક્રવારે સવારે જ અસદ માટે કબર ખોદવા લાગી ગયો હતો. તેણે ભૂતકાળમાં અસદના પરિવાર સાથે જોડાયેલા ઘણા લોકોની કબર ખોદી છે. તેમાં માફિયા અતિક અહમદના પિતાની પણ કબર સામેલ છે. જાનૂ ખાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તે વાલિદ સાહબ સાથે આવીને જોતો હતો કે, તેઓ કેવી રીતે કબર ખોદે છે. ત્યારબાદ જ્યારે તેમનું નિધન થઈ ગયું તો તેણે કબર ખોદવાની શરૂ કરી દીધી. આજે તે અતિકના પુત્ર અસદની કબર ખોદી રહ્યો છે અને 4-5 કલાકમાં તેને પૂરી ખોદી લેવામાં આવશે.

શુક્રવારે સાંજ સુધી અસદની કબરને 4 લોકોએ મળીને ખોદી નાખી હતી, ત્યારબાદ શબની રાહ જોવામાં આવી રહી હતી. જાનું ખાને કહ્યું કે, અતિકના પિતાની કબર પણ અમે ખોદી છે, જ્યારે તેની માતાની કબર વાલિદ સાહબે ખોદી હતી. પોલીસ ઘર્ષણમાં માર્યા ગયેલા અસદ અહમદનું કફન-દફન પ્રયાગરાજમાં થવાનું છે અને તેના માસા શબ લેવા ઝાંસી ગયો હતો. પરિવારના એક વકીલે શુક્રવારે આ જાણકારી આપી હતી. ઉમેશ પાલ હત્યાકાંડમાં સંડોવાયેલો અસદ અહમદ, ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અતિક અહમદનો દીકરો છે.

ઝાંસીમાં ઉત્તર પ્રદેશ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં અસદ અને તેના સાથી ગુલામનું મોત થઈ ગયું હતું. કથિત રીતે ઘર્ષણ એ દિવસે થયું, જ્યારે અતિક અહમદ પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દીધો છે. તો કોર્ટે પોલીસના અનુરોધ પર તેમને અતિકને 5 દિવસ સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપણ આપી છે. અતિક અહમદના વકીલ મનિષ ખન્નાએ જણાવ્યું કે, અસદનું શબ લેવા માટે તેના માસા ડૉક્ટર અહમદ (ઉંમર 70 વર્ષ) ઝાંસી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp