આ રાજ્યની સરકારી હોસ્પિટલનો હાલ- સ્ટ્રેચર પર 11 દિવસથી રાખેલું શવ બની ગયું કંકાલ

PC: webpcache.epapr.in

ભારતમાં મોટા ભાગના રાજ્યોની સ્વાસ્થ્ય સુવિધા ખસ્તા હાલતમાં છે. સ્વાસ્થ્ય સુવિધાના અભાવે કે પછી ડૉક્ટરોની બેદરકારી કે હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીના કિસ્સાઓમાં રોજ સામે આવતા રહે છે. પણ હાલમાં દેશના એક ભાજપા શાસિત રાજ્યની હોસ્પિટલમાંથી જે ચોંકાવનારો કેસ સામે આવ્યો છે તે જોઈ તમે પણ વિચારશો કે શું થશે આપણા દેશનું? ખાસ કરીને વાત જ્યારે સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓની આવે છે તો તેમાં બેદરકારીની કોઈ સીમા રહેતી નથી.

આ પ્રકારનો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના ઈંદોરની એક સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજા યશવંતરાવમાંથી કુવ્યવસ્થાનો એક મામલો સામે આવ્યો છે. જેમાં મોર્ચરીમાં એક સ્ટ્રેચર પર રાખેલું શવ કંકાલ બની ગયું. 11 દિવસો સુધી આ લાવારિશ શવ ત્યાં પડી રહ્યું. જેને લીધે શવ સડી ગયું અને તે કંકાલ બની ગયું. હોસ્પિટલ હવે આ મામલામાં તપાસ કરી દોષીઓ પર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે.

હોસ્પિટલના અધીક્ષક ડૉક્ટર પીએસ ઠાકુરે જણાવ્યું કે, અજ્ઞાત શવ અમે એક અઠવાડિયા સુધી રાખીએ છીએ. આ અજ્ઞાત શવના અંતિમ સંસ્કાર માટે પાલિકાને ફોન કરવામાં આવ્યો હતો કે નહીં, તેની જાણકારી લેવામાં આવી રહી છે. મોર્ચરીના ઈન્ચાર્જને પણ નોટિસ આપવામાં આવી છે. કોઈની પણ બેદરકારી સામે આવવા પર તરત કાર્યવાહી કરવામાં આવશે.

MY હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. ઈંદોર કોરોનાથી સૌથી વધુ ગ્રસ્ત શહેર છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, રોજ તેમની મોર્ચરીમાં 21-22 શવ આવી રહ્યા છે, જ્યારે ત્યાં માત્ર 16 ફ્રીઝર જ મોજૂદ છે. આ બાબતે ડૉક્ટર ઠાકુરે કહ્યું કે, અમારી પાસે સંસાધનો સીમિત છે. અમે ઘણીવાર સરકારની સામે વધારે ફ્રીઝર મગાવવા માટે લેટર લખ્યા છે.

વાત એ છે કે, જ્યારે મંગળવારે હોસ્પિટલના કોરિડોરમાં ખૂબ જ વધારે દુર્ગંધ આવવા લાગી તો કોઈએ સ્ટ્રેચર પરથી પરદો હટાવ્યો તો શવી સાથે હોસ્પિટલની કુવ્યવસ્થાની પણ વીભત્સ તસવીર સામે આવી. શવ સડી ગયું હતું અને માત્ર કંકાલ જ બચી ગયું હતું. મામલો સામે આવ્યા પછી તરત શવને હટાવવામાં આવ્યું. જુલાઈમાં પણ અવ્યવસ્થાને લીધે એક પરિવારે તેના દીકરાના સ્થાને અન્યનાં શવનું અંતિમ સંસ્કાર કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp