પ્રેમમાં ધર્મની દિવાલ તોડી મહવિશે મહિમા નામ રાખી પ્રેમી સાથે કર્યા લગ્ન

PC: hindi.news18.com

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક યુવતીએ પ્રેમ માટે ધર્મની દીવાલ તોડી નાખી. તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવી લીધો. ત્યાર પછી આ યુવતીએ તેના પ્રેમી સાથે સાત ફેરા લીધા. મામલો ભુટા વિસ્તારનો છે. આ વિસ્તારની રહેવાસી યુવતી મહવિશે ધર્મનું બંધન તોડીને તેના પ્રેમી સરન મૌર્ય સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. આ સાથે મહવિશ હવે મહિમા મૌર્ય બની ગઈ છે. આચાર્ય K.K.શંખધરે બંનેના લગ્ન કરાવી આપ્યા હતા.

ભુટા વિસ્તારના સિગાહી મુરાવાન ગામમાં રહેતા સરન મૌર્યને ગામની જ યુવતી મહવિશ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. અલગ-અલગ ધર્મના હોવાથી પ્રેમી યુગલના પરિવારજનો તેમના સંબંધોની વિરુદ્ધ હતા. આ કારણે બંને 17 ફેબ્રુઆરીએ ઘર છોડીને બહાર નીકળી ગયા હતા. બંને થોડા દિવસ ચંદીગઢમાં રહ્યા. પછી બરેલી પાછા આવી ગયા.

સરન અને મહવિશ બરેલીમાં પંડિત K K શંખધર પાસે અગસ્ત્ય મુનિ આશ્રમ પહોંચી ગયા. શંખધરે બંનેના કાગળો જોયા. પુખ્તવયના છે તે ખાતરી કરીને પછી, તેઓએ DMને માહિતી મોકલીને લગ્ન કરાવી આપ્યા.

મહવિશમાંથી મહિમા મૌર્ય બનેલી યુવતીએ કહ્યું કે, પહેલાથી જ તે હિંદુ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. હવે તેમાં વધારો થયો છે. તેણે કહ્યું કે, તેના પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હતા.

મહિમાએ જણાવ્યું કે, બંને એકબીજાને ઘરવાળાઓને જાણ ન થાય તે રીતે ચોરી છુપીથી મળતા હતા અને મોબાઈલ ફોન પર પણ લાંબા સમય સુધી વાત કરતા હતા. મહિમાએ કહ્યું કે, મેં મારા પ્રેમી શરણ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ તે સમયે મારી ઉંમર 18 વર્ષની નહોતી. હવે હું 21 વર્ષની છું અને મને ધર્મ પરિવર્તન કરવાનો અને મારી પસંદગીના લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. તેના પ્રેમીની ખાતર તેણે પોતાનો ધર્મ છોડી દીધો અને તેના પ્રેમી સાથે મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. હવે ભલે હું મારા સાસરે રહું કે બહાર ક્યાંક, હું હંમેશા હિન્દુ જ રહીશ.

મહવિશે આરોપ લગાવ્યો છે કે પરિવારના સભ્યો તેને હેરાન કરતા હતા. સગીરવયની બતાવીને રિપોર્ટ લખાવ્યો હતો. તે એક પુખ્તવયની છે. તેણે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે લગ્ન કર્યા છે. તે તેના બાકીના જીવન માટે તેની સાથે રહેશે.

મહવિશ સાથે લગ્ન કર્યા બાદ તેનો પ્રેમી સરન મૌર્ય પણ ઘણો ખુશ છે. બંનેના લગ્ન પહેલા પંડિત K K શંખધરે મહવિશના ધર્માંતરણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp