મોટી બહેને સંબંધોને કર્યા તાર-તાર, ભાઈ પાસે કરાવ્યો નાની બહેનનો રેપ

PC: nationalheraldindia.com

બિહારના ઔરંગાબાદમાં મોટી બહેને પવિત્ર સંબંધોને જ શરમમાં નાખી દીધા છે. આ બહેને પોતાના ભાઈ પાસે નાની બહેનનો રેપ કરાવ્યો અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો. 4 વર્ષ સુધી ભાઈ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાની બહેન સાથે રેપ કરતો રહ્યો અને પછી તેને વીડિયો અને ફોટો વાયરલ પણ કરી દીધો. આરોપી ભાઈ-બહેન વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. આ આખો કેસ દાઉદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે.

પીડિત છોકરી જમ્હોર પોલીસ સ્ટેશનના એક ગામની રહેવાસી છે. પીડિત છોકરી, આ બંને આરોપીઓની મામાઇ બહેન લાગે છે. તે વર્ષ 2018મા જ્યારે બીમાર થઈ તો દવા માટે દાઉદનગર ગઈ. એ સમયે તેની ઉંમર 14 વર્ષ હતી અને તે પોતાની નાનીના ઘરે દાઉદનગર રહી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે, આ દરમિયાન તેની 20 વર્ષીય મામાઇ બહેને તેના ભોજનમાં કોઈક નશીલો પદાર્થ મળવ્યો, જેને ખાઈને તે બેહોશ થઈ ગઈ. સવારે જ્યારે તે ઉઠી તો તેની સાથે બેડ પર 25 વર્ષીય મામાઈ ભાઈ હતો.

પીડિતાનો આરોપ છે કે તેના મામાઈ ભાઇ તેની અશ્લીલ તસવીર અને વીડિયો કાઢી લીધા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને 5 દિવસ સુધી રેપ કર્યો. વર્ષ 2020મા પણ આ ભાઈએ તેની સાથે આ ધમકી સાથે રેપ કર્યો કે, જો તેણે એમ ન કર્યું તો તે તસવીર અને વીડિયો વાયરલ કરી દેશે. આ ભાઈ ત્યારબાદ પણ ન માન્યો અને 28 એપ્રિલ 2022ના રોજ ફરી કોઈક બહાને પીડિતને પોતાના ઘરે દાઉદનગર લઈ ગયો અને તેની સાથે ફરી રેપ કર્યો.

વિરોધ કરવા પર પીડિતા સાથે મારામારી પણ કરવામાં આવી. આરોપી અત્યારે ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. મહિલાએ પોલીસ સ્ટેશનાની પોલીસે યુવતીનું 164નું નિવેદન નોંધીને મેડિકલ તપાસ કરવા માટે સદર હૉસ્પિટલ લાવી અને કેસની તપાસ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ કુમકુમે જણાવ્યું કે, છાપેમારી કરવામાં આવી રહી છે. આરોપી હાલમાં ફરાર છે. જલદી જ તેની ધરપકડ કરી દેબમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp