ISROના ચીફ બતાવે કે વેદોના કયા જ્ઞાનનો ઉપયોગ રોકેટ બનાવવામાં કર્યો છે

ISROના ચીફ એસ. સોમનાથે ગત દિવસોમાં એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારતીય વેદોથી વિજ્ઞાનની શોધ થઈ છે. હવે આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ દ્વારા મળીને બનાવવામાં આવેલી સંસ્થા બ્રેકથ્રૂ સાયન્સ સોસાયટી (BSS)એ તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, ISRO પ્રમુખ એસ. સોમનાથનું નિવેદન સત્યતાથી દૂર છે. જો હકીકતમાં એમ થયું છે તો પછી ISRO પ્રમુખ એ બતાવે કે વેદોથી લેવામાં આવેલા કયા જ્ઞાનનો ઉપયોગ આ સમયે રોકેટ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.
મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી આયોજિત દીક્ષાંત સમારોહ દરમિયાન ગત 24 મેના રોજ ચીફ ગેસ્ટ તરીકે પહોંચેલા ISRO ચીફ એસ. સોમનાથે કહ્યું હતું કે, ધાતુ વિજ્ઞાન, જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, વૈમાનિકી વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં વસ્તુને પ્રાચીન ભારતથી લેવામાં આવ્યા છે. આ જ્ઞાન અરબના લોકો ભારતથી લઈને ગયા. જ્યાંથી યુરોપ પહોંચ્યા. ત્યારબાદ યુરોપના લોકો પરત અહી જ્ઞાન આપણી પાસે એ બતાવીને લઈને આવ્યા કે એ આધુનિક સાયન્સ છે.
BSS સોસાયટી તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું છે કે, ISRO પ્રમુખે વસ્તુને કંઈક વધારે જ વધારી ચડાવીને બતાવી છે. નિશ્ચિત રૂપે વિજ્ઞાનન ક્ષેત્રમાં વિકાસ 600 BC અને 900 AD વચ્ચે ભારતમાં થયો હતો. એ પણ સાચું છે કે વિકાસ સાથે જોડાયેલી ઘટનાઓ મેસોપોટામિય, ગ્રીસ, મિસ્ત્રમાં પણ સમયકાળ દરમિયાન કે પછી તેનાથી પણ અગાઉ થઈ. ત્યારબાદ અરબના લોકોએ તેમાં લીડ હાંસલ કરી અને આ જાણકારી યુરોપ લઈને પહોંચ્યા.
BSS સોસાયટી તરફથી કહેવામાં આવ્યું કે, ચર્ચા અને વિજ્ઞાનના અદાન-પ્રદાનથી એ વધુ વિકસિત થઈ. દરેક સ્તર પર પાછલા સ્તરની તુલનામાં આપણે કંઈક શીખ્યું. શોધના આધાર પર આપણે એ બિન્દુઓને પાછળ છોડી દીધા, જે સાચા સાબિત ન થાય. કહેવામાં આવ્યું કે, ISRO પ્રમુખ શું બતાવી શકે છે કે એવી કઈ ટેક્નિક છે જે વેદોમાંથી લેવામાં આવી છે, જેનો ઉપયોગ ISRO રોકેટ અને સેટેલાઇટમાં કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp