ભાજપના 45 કાર્યકર્તાને લઇ જતી બસ પલટી

PC: ANI

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારના રોજ એક મોટી ઘટના બની હતી, જ્યાં એક બસ પલટી ગઇ હતી, જેમાં ઘણા લોકોને ઇજા થઇ હતી. રિપોર્ટ મુજબ કુલ્લુ જિલ્લાના બંજર વિસ્તારના નગની ગામ પાસે એક બસ પલટી ગઇ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 45 કાર્યકર્તાઓ સવાર હતા.

કુલ્લુના એડીશનલ SP રાજકુમાર ચંદેલે જણાવ્યું હતું કે, દુર્ઘટના બંજર વિસ્તારના નગની ગામમાં ઘટી હતી. આ બસમાં ભારતીય જનતા પાર્ટીના 45 કાર્યકર્તા સવરા હતા, જેમાંથી 7 કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નહોતી. બસ પલટી કઇ રીતે તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp