પંતને મોતના મુખમાંથી બચાવનાર ડ્રાઇવર-કંડક્ટરને મળ્યું આ ઇનામ, જણાવી આખી કહાની

PC: twitter.com/ANI

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે એક મોટા અકસ્માતમાં બાલ-બાલ બચ્યો છે. શુક્રવારે (30 ડિસેમ્બર)ની સવારે રુડકી પાસે રિષભ પંતની કારનું એક્સિડન્ટ થઇ ગયું. ત્યારે ત્યાં સૌથી પહેલા બસ ડ્રાઇવર સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીત પહોંચ્યા હતા. તેમણે જ રિષભ પંતને બચાવ્યો અને એમ્બ્યુલન્સ બોલાવીને હૉસ્પિટલ મોકલ્યો. આ પ્રસંશાપાત્ર કામ માટે આ બંને લોકોને મોટું ઇનામ મળ્યું છે. સુશીલ કુમાર અને પરમજીતને પાનીપત ડેપો તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ સરકારે પણ જાહેરાત કરી છે કે, તે પણ બંને લોકોને સન્માનિત કરશે. સરકારે કહ્યું કે, બંનેએ માનવતા માટે સરાહનીય કામ કર્યું છે. તેમનું સન્માન જરૂર થવું જોઇએ. પાનીપત ડેપોના જનરલ મેનેજર કુલદીપ ઝાંગરાએ બંનેને સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું કે, સુશીલ અને પરમજીતે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને બચાવવાનું સારું કામ કેરું છે. તેમને પછીથી ખબર પડી કે તે ક્રિકેટર રિષભ પંત છે. અમને તેમના પર ગર્વ છે. ઉત્તરાખંડ સરકારે પણ જાહેરાત કરી છે કે તે પણ બંને લોકોને સન્માનિત કરશે.

બસ કંડક્ટર પરમજીતે કહ્યું કે, જેવો જ અમે તેને (રિષભ પંતને) બહાર કાઢ્યો, તેની 5-7 સેકન્ડ બાદ જ કારમાં આગ લાગી ગઇ અને તે સળગીને રાખ થઇ ગઇ. તેની પીઠ પર ખૂબ ઇજા થઇ હતી. ત્યારબાદ જ્યારે અમે પૂછ્યું કે તે કોણ છે તો તેણે જણાવ્યું કે, તે ક્રિકેટર રિષભ પંત છે. એ નિવેદનથી સ્પષ્ટ છે કે જો 5-7 સેકન્ડનું મોડું થતું તો કોઇ પણ અણધારી ઘટાના બની શકવાની સંભાવના હતી. રિષભ પંતનું આ એક્સિડન્ટ રુડકી પાસે ગુરુકુળ નારસન એરિયામાં થયું હતું.

રિષભ પંત પોતે જ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ રિષભ પંતે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ દરમિયાન તેને ઝોકું આવી ગયું અને કાર ડિવાઇડર સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો, ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. હાલમાં રિષભ પંતનું દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિષભ પંતને સૌથી વધુ ઇજા માથા અને પગમાં થઇ છે. જેના કારણે બ્રેન અને સ્પાઇનનું MRI કરાવવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટે ફેન્સ અને પોતે રિષભ પંતને મોટી રાહત આપી છે. રિપોર્ટ નિર્મલ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp