ડેટા ચોરી કર્યા તો ખેર નથીઃ પ્રાઈવેટ ડેટા સુરક્ષા બિલને મોદી સરકારની લીલી ઝંડી

PC: tosshub.com

કેન્દ્રની બેઠકમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સામાન્ય માણસ સાથે સંકળાયેલું એક બિલ છે. કેન્દ્રીય બેઠકમાં ડેટા સુરક્ષા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ અનુસાર, ડેટા લીક થાય તો કંપનીઓ પર દંડ લગાવવાનો પ્રાવધાન છે. પ્રાઈવેટ ડેટા સુરક્ષા બિલ અંતર્ગત વ્યક્તિગત ડેટાને ભેગા કરવા અને તેને કોઈની સાથે શેર કરવા પર દંડની જોગવાઈ છે. ભારતમાં પ્રાઈવેટ ડેટા સુરક્ષા બિલ GDPR રજૂ કરવામાં આવ્યું છે, જેને યુરોપિયન યુનિયને 2018માં લાગૂ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ બિલમાં પ્રાઈવેટ ડેટાના સંચાલન સંબંધમાં ફોર્મ્યુલા તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે, જેમાં સાર્વજનિક તેમજ પ્રાઈવેટ એકમોના આંકડાઓ પણ સામેલ છે. જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે, આ બિલ સંસદમાં વર્તમાન શીતકાલીન સત્રમાં રજૂ કરવામાં આવશે. સમજવામાં આવ્યું રહ્યું છે કે, બિલ પ્રાઈવેટ ડેટા મેળવવા, તેનો સંગ્રહ કરવા અને એકત્ર કરવા અંગે વ્યાપક દિશાનિર્દેશ હોવાની સાથે જ વ્યક્તિઓની સહમતિ, દંડ, વળતર, આચાર સંહિતા અને તેને લાગૂ કરવાના મોડલનો પણ ઉલ્લેખ થશે.

ગત અઠવાડિયે સૂચના તેમજ પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં જ સંસદમાં એક મજબૂત અને સંતુલિત વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદો રજૂ કરશે, જે અનુસાર ભારત કોઈપણ ભોગે ડેટા સિક્યોરિટીને લઈને બાંધછોડ નહીં કરશે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ WhatsApp યુઝર્સના ડેટા લીક થયા હતા અને ભારતના પણ 121 લોકોના WhatsApp અકાઉન્ટની જાસૂસી કરવામાં આવી હતી. પિગાસસ સોફ્ટવેરની મદદથી દુનિયાભરના 1400 લોકોના અકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp