રેલવેની હાલની સ્થિતિ છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબઃ CAG

PC: pv-magazine-india.com

અર્થવ્યવસ્થા બાદ રેલવે વિભાગને સંબંધીત એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ મોદી સરકાર દેશમાં મેટ્રો અને બુલેટ ટ્રેન દોડવવા મથે છે પણ વાસ્તિવકતા એ છે કે, દેશમાં રેલવેની સ્થિતિ કંગાળ છે. દિવસે દિવસે આ ક્ષેત્રમાં ખર્ચા અને ખોટ વધી રહી છે. જ્યાં વિમાન પ્રવાસ જેટલું ભાડું વસુલાય તો આવી સુવિધા માટે ચોક્કસ વર્ગ સિવાય કોઈને પરવડશે નહીં.
વર્ષ 2017-18 દરમિયાન રેલવેનો ખર્ચો 98.44 ટકા સુધી પહોંચી ગયો હતો. કેગના રિપોર્ટ અનુસાર હાલની સ્થિતિએ રેલવેની જેટલી દુર્દશા છે એટલી અગાઉ ક્યારેય દસ વર્ષમાં રહી ન હતી. કેગના રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવ્ય હતો.

રેલવેમાં ઓપરેટિંગ રેશિયોનો અર્થ છે કે, રેલવેને રુ.100 કમાવવા માટે 98.44 રુપિયાનો સામે ખર્ચ કરવો પડે છે. રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, રેલવેનો ઓપરેટિંગ રેશિયો વર્ષ 2008-09માં 90.48 ટકા હતો. જે 2009-10માં 95.28 ટકા થયો હતો. વર્ષ 2010-11માં આ રેશિયો 94.59 ટકા, 2011-12માં 94.85 ટકા, 2012-13માં 90.19 ટકા, 2013-14માં 93.6 ટકા, 2014-15માં 91.25 ટકા, 2015-16માં 90.49, 2016-17 માં 96.5 અને 2017-18 માં 98.44 ટકા રહ્યો હતો.

આ રિપોર્ટમાં એક એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે, રેલવેએ રેવન્યુ વધારવા માટે પગલાં ભરવા જોઈએ. જેથી આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરી શકાય. રેલવેએ એક ફંડ ઊભું કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. રેલવેની કુલ કમાણી 2 ટકાથી પણ ઓછી થઈ રહી છે. આ પાછળનું કારણ એ છે કે, રેલવેની જુદી જુદી સ્કિમને પ્રજાનો એટલો સારો પ્રતિસાદ મળતો નથી. આ માટે રેલવેની સ્કિમને વધારેને વધારે પ્રમોટ કરવાની જરુર છે. વર્ષ 2016થી 31 માર્ચ 2018ના આ સમયગાળા વચ્ચે રેલવેએ માત્ર 77 કરોડ રુપિયાની બચત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp