ડૉક્ટરોની હડતાળ પર હાઇકોર્ટે મમતા સરકારને આપ્યું અલ્ટીમેટમ

PC: youtube.con

પશ્ચિમ બંગાળથી ઉઠેલી ડોક્ટરોની હડતાળ આજે આખાં દેશમાં ફેલાઇ ગઇ છે. 12થી વધુ રાજ્યોમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જતાં દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ પર પ્રભાવ પડ્યો છે. આ હડતાળને લઇને કોલકાત્તા હાઇકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. કોલકાત્તા હાઇકોર્ટે શુક્રવારે એક અરજીની સુનાવણી કરતા નિર્દેશ આપ્યો હતો તે 7 દિવસમાં ડોક્ટરો સાથે વાત કરીને સમસ્યાનું નિરાકરણ લાવે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન એ પણ પૂછ્યું કે ડોક્ટરોની સુરક્ષાને લઇને શું પગલા લેવામાં આવ્યાં છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે ડોક્ટરોને મારવાની ઘટના અંગે પોલીસે શું કર્યું?

ઉલ્લેખનીય છે કે એક હોસ્પિટલમાં પીડિતના પરિવારજનોએ ડોક્ટરો સાથે મારામારી કરી હતી જેને લઇને રાજ્યના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. ડોક્ટરોની હડતાળ સામે ગુરૂવારે કોલકાત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં હડતાળી ડોક્ટરો સામે પગલા લેવાની અપીલ કરવામાં આવી હતી. અરજી દાખલ કરનારા ડોક્ટર કૃણાલ સાહાના વકીલે કહ્યું હતું કે 10 જૂને કોલકાત્તાની નીલ રતન સરકાર હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું હતું અને ત્યારબાદ ડોક્ટરો સાથે તેમના પરિવારજનોએ મારામારી કરી હતી.

આ મારામારી બાદ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા અને ડોક્ટરોએ સતત 48 કલાક સુધી સેવા આપી ન હતી. મમતા બેનર્જીએ સેવા પર પરત ફરવા માટે ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દેતાં મામલો વધારે બગડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp