શું હજુ પણ રાહુલ ગાંધી વાયનાડના સાંસદ રહી શકે છે? જાણો કયા વિકલ્પ છે

PC: facebook.com/rahulgandhi

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધી પાસે કયા વિકલ્પો બચ્યા છે, શું તેમને સંસદ પદ પાછું મળી શકે છે? શું તેમને ફરીથી સાંસદ તરીકે બેસાડવામાં આવશે?   આ વિશે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસે હજુ તમામ વિકલ્પો ખુલ્લા છે.  રાહુલ બીજી કોર્ટમાં જઇને રજૂઆત કરી શકે છે. વાયનાડ સીટ પર વચગાળાની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ શું કરી શકે છે? એ વિશે વકીલ વિકાસ સિંહે ખુલાસો કર્યો છે.

એડવોકેટ વિકાસ સિંહે કહ્યું કે,મારું માનવું છે કે બે વર્ષની સજામાં તેમનું સભ્યપદ રદ ન થવું જોઈએ. કારણ કે આપણો કાયદાકીય નિયમ બે વર્ષ સુધીની સજાને માઇનોર માને છે. બે વર્ષ સુધીની સજા જામીનપાત્ર છે.આ કલમ બે વર્ષ સુધીની સજા બચાવવા માટે છે.

રાહુલ ગાંધીએ રિટ કોર્ટમાં જઈને જણાવવું જોઈએ કે નિયમો અનુસાર તેમને બે વર્ષ માટે  આ રદ ન થવી જોઇએ. અથવા તેમની સજા અને દોષિત રહેવા પર સ્ટે મેળવે.સસ્પેન્ડીંગ ઓફ સેન્ટેન્સથી તેમનું સભ્ય પદ પાછું નહી આવી શકે, પરંતુ દોષિતની સજા પર જો રાહુલ ગાંધી સ્ટે લાવે તો તેઓ કોર્ટને પોતાના સંસદ સભ્ય પદ પાછું માંગવા માટે પણ કહી શકે છે. જો કોર્ટ આ છૂટ આપે છે તો આજના માહોલમાં રાહુલનું સભ્ય પદ પાછું આવી શકે છે. વકીલે કહ્યું કે, મને નથી લાગતું કે આમા કોઇ મોટી પરેશાની છે.

વકીલ વિકાસ સિંહાએ કહ્યું કે, સજા રદ કરવામાં ખાસ્સો ટાઇમ લાગી શકે છ, અપીલ પર સુનાવણી થાય ત્યારે રદ થઇ થાય. પરંતુ જો કન્વિકશન પર જ સ્ટે આપી દે તો કોર્ટ સાથે સાથે એ પણ ઓર્ડર કરે કે કન્વિકશન પર સ્ટે મુક્યો છે તો તેમનું સભ્ય પદ પણ પાછું આપવામાં આવે, તો તેમને સભ્ય પદ પાછું મળી શકે. સિંહાએ કહ્યું કે, દુર્ભાગ્યની વાત એ છે કે એક જ દિવસમાં તેમનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું, સામાન્ય રીતે સભ્ય પદ રદ કરવા માટે એક મહિનાનો સમય મળતો હોય છે. જેને લીધે અપીલમાં જવાનો ટાઇમ મળી શકતો હોય છે. પરંતુ પહેલેથી જ સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે કોર્ટના ઓર્ડર પછી જ સભ્ય પદ પાછું મળી શકે.

જો રાહુલ ગાંધીને સ્ટે મળી જાય છે તો ચૂંટણી પંચે પણ વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો નિર્ણય પાછો ખેંચવો પડે. આમ પણ તરત ચૂંટણી ન થઇ શકે.

વિકાસ સિંહે કહ્યુ કે, પહેલાં ક્યારેય 24 કલાકમાં આવો ચુકાદો આવ્યો નથી. એડવોકેટ સિંહે કહ્યું, મારા મતે, જો કોર્ટ ક્યારેય આ મામલે તપાસ કરશે, તો બે વર્ષની સજાને હંમેશા ગંભીર માનવામાં આવતી નથી. માત્ર ત્રણ વર્ષ જ ગંભીર ગણાય છે. સજા ક્યારેય બે વર્ષ એક મહિનાની નથી. સજા એક વર્ષ, છ મહિના અથવા ત્રણ વર્ષની હોય છે.

જો મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્યા હોય તો સેશન્સ કોર્ટમાં અપીલ માટે જવું પડશે.સેશન્સ કોર્ટ કન્વિકશન પર સ્ટે આપી શકે છે. સ્ટે ઓફ કન્વિક્શન પણ માંગી શકાય છે. બધા વિકલ્પો ખુલ્લા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp