26th January selfie contest

રેપની ઘટના પર ડિરેક્ટરની પોસ્ટ-મહિલાઓએ કોન્ડોમ રાખવા, રેપિસ્ટ સાથે કો-ઓપરેટ કરવુ

PC: twitter.com

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની સાથે ગેંગરેપ બાદ તેને જીવતી સળગાવવાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાંખ્યો હતો અને આ મામલો રસ્તાથી લઈને સંસદ સુધી ગુંજ્યો હતો. જ્યાં દેશભરમાં લોકો રેપિસ્ટ્સ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે, ત્યાં સાઉથના ફિલ્મમેકર ડેનિયલ શ્રવણે આપત્તિજનક પોસ્ટ લખીને સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે.

તેણે પોતાની Facebook પોસ્ટમાં લખ્યું છે કે, સરકારે રેપને લીગલ કરવા પર ધ્યાન આપવું જોઈએ. બળાત્કાર બાદ મહિલાઓની હત્યા કરવામાં આવે છે, જેને અટકાવવા સરકારે કેટલાક એવા પ્રાવધાન લાવવા જોઈએ, જેને કારણે હિંસા વિના રેપિસ્ટ રેપને અંજામ આપે. તેણે વધુમાં લખ્યું છે કે, મર્ડર એક ક્રાઈમ છે અને રેપ કરેક્ટિવ સજા છે. દિશા એક્ટ અથવા નિર્ભયા એક્ટથી ન્યાય નથી મળે. રેપનો એજેન્ડા પોતાની સેક્સ્યુઅલ જરૂરિયાતો પૂરી કરવાનો છે, જો સમય અને મૂડ પ્રમાણે હોય છે અને જો સમાજ, કોર્ટ અને મહિલા સંસ્થાઓ આ ક્રાઈમને ઈગ્નોર કરે તો તેઓ રેપની સાથે સાથેજ એક ડગલું આગળ વધીને મહિલાઓનું મર્ડર કરી દે છે.

શ્રવણે વધુમાં લખ્યું છે કે, 18 વર્ષ કરતા મોટી ઉંમરની છોકરીઓને રેપને લઈને માહિતગાર કરવી જોઈએ, મતલબ તેમણે પુરુષોની સેક્સ્યુઅલ જરૂરિયાતોને નજરઅંદાજ ના કરવી જોઈએ. તો જ આવી ઘટનાઓ બનતી બંધ થશે. આ મુર્ખામી છે કે વીરપ્પનને મારી દીધો તો તસ્કરી બંધ થઈ જશે, લાદેનને માર્યો તો આતંકવાદ સમાપ્ત થઈ જશે. એ જ રીતે નિર્ભયા એક્ટના સહારે બળાત્કારને રોકી ના શકાય.

છોકરીઓ 18 વર્ષની થાય એટલે તેમણે પોતાની સાથે કોન્ડોમ રાખવા જોઈએ. તેમણે મદદ માટે 100 નંબર પર ફોન કરવાને બદલે રેપિસ્ટ સાથે સહયોગ કરવો જોઈએ, જેથી તેઓ તેમની હત્યા ના કરે. સિમ્પલ લોજિક છે. જો તેમની શારીરિક ઈચ્છાઓ પૂરી થશે તો પુરુષો મહિલાઓ સાથે રેપ નહીં કરશે. સરકારે આવી જ કોઈ સ્કીમ પાસ કરવી જોઈએ, જેથી રેપ બાદ રેપિસ્ટ મહિલાઓની હત્યા ના કરે.

આ કમેન્ટને લઈને વિવાદ થતા ડાયરેક્ટરે તે પોસ્ટને હટાવી દીધી છે અને નવો મેસેજ પોસ્ટ કરીને તેમાં પોતાની કમેન્ટ બદલ માફી માગી છે. તેણે લખ્યું હતું કે, હું મારી એક ફિલ્મમાં એક વિલનનો ડાયલોગ લખી રહ્યો હતો અને એ ડાયલોગને તેણે કમેન્ટ્સમાં લખ્યા હતા અને લોકોએ તેની વાતને ખોટી સમજી લીધી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp