બાલાસોર રેલવે દુર્ઘટનાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

PC: freepressjournal.in

ઓડિશામાં આવેલા બાલાસોર પાસે શુક્રવારે રાત્રે થયેલા ટ્રેનના ગંભીર અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને 1000થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ લાશોના ઢગ ખડકાયેલા છે. હવે ટ્રેન દુર્ઘટનાનો મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વકીલે આ મામલે અરજી દાખલ કરી છે. આ આવેદનપત્રમાં અકસ્માત નિવારણ 'કવચ' સીસ્ટમ વહેલી તકે અમલી બનાવવા માંગ કરવામાં આવી છે. આ સાથે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સુરક્ષાને લઈને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

શુક્રવારે બાલાસોરમાં ટ્રેન અકસ્માતની ઘટના બની હતી એ જ દિવસે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારતે ટ્રેનોના અકસ્માત નિવારવા માટે એક સીસ્ટમ તૈયાર કરી છે, જે યુરોપના દેશા પાસે પણ નથી. આ સીસ્ટમને ‘કવચ’ નામ આપવામાં આવ્યું છે. આ સીસ્ટમમાં અકસ્માતના સંજોગમાં 400 મીટર પહેલાં જ બંને ટ્રેનોની ઓટોમેટિક બ્રેક લાગી જશે, જેથી ટ્રેન દુર્ઘટના થવાની સંભાવના ન રહે. બાલાસોરમાં જ્યાં ટ્રેન અકસ્માત થયો ત્યાં આ સીસ્ટમ નહોતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્રેન દુર્ઘટના અંગે લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, આ દુર્ઘટનામાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 100 થી વધુ દર્દીઓને  ક્રિટીકલ કેરની જરૂર છે અને દિલ્હી AIIMS, લેડી હાર્ડિંજ હોસ્પિટલ અને RML હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો તેમની સારવાર માટે આધુનિક સાધનો અને દવાઓ સાથે અહીં પહોંચ્યા છે. અમે વિગતવાર ચર્ચા કરી હતી અને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.

અકસ્માતના કારણોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ અકસ્માત ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થયો છે. તેમણે કહ્યું કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કવચ વિશે જે કહ્યું તે યોગ્ય નથી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અકસ્માતને કવચ સાથે કોઈ લેવાદેવા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp