ATMમા કેશની તંગીથી ફરીથી નોટબંધી જેવી હાલત, RBI અને સરકાર એક્ટિવ

PC: ndtvimg.com

દેશના ઘણાં રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ATMમા કેશ ન હોવાથી ફરીથી નોટબંધી જેવી પરેશાનીનો માહોલ બનવા લાગ્યો છે. લોકોની વધતી મુશ્કેલીને જોઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકારે આગળ આવવું પડ્યું છે. રિઝર્વ બેંકના સૂત્રો પ્રમાણે, હાલમાં અર્થ વ્યવસ્થામાં કેશની હાલત નોટબંધીથી પહેલાના સમયથી સારી છે, આ મુશ્કેલીનું કારણ બીજું કંઈ છે.

રિઝર્વ બેંકે રાજ્યોમાં કેશની કમીને દૂર કરવા માટે પગલાં લીધા અને આશા રાખવામાં આવી રહી છે ટૂંક સમયમાં ત્યાંનાં હાલાત સામાન્ય થઈ જશે. રિઝર્વ બેંકના સૂત્રોનું કહેવું છે કે આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટકા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં લોકો જરૂરતથી વધારે કેશ કાઢી રહ્યા છે, જેને પગલે આ મુશ્કેલી ઊભી થઈ છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં વૈશાખી, બિહૂ અને સૌર નવા વર્ષ જેવા તહેવાર હોવાને લીધે લોકોને વધારે કેશની જરૂરત હતી. આથી લોકો કેશ ભેગી ન કરે રાખે અને અફરા-તફરી ના થાય તે માટે નાણાં મંત્રાલયે તાત્કાલિક રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગયા વર્ષે મે મહિનામાં 2000ની નોટો છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. તેને બદલે 500 અને 200ની નોટોને લાવવામાં આવી હતી. તેને ATMમાં નાખવાને લીધે નોટોની વેલ્યૂ ઓછી થઈ રહી છે. પહેલા 2000ની નોટોથી ATM ભરવામાં આવતું હતું તો તેમાં 60 લાખ જેટલા રૂપિયા આવી જતા હતા પરંતુ હવે 500 અને 200ની નોટો નાખવામાં આવતા આ ક્ષમતા માત્ર 15થી 20 લાખની થઈ ગઈ છે.

આ સિવાય સમસ્યાનું એક કારણ એ પણ છે કે 200ની નોટ માટે ATM તૈયાર નથી. અત્યાર સુધી માત્ર 30 ટકા જેટલા ATM જ 200ની નોટને કેલીબ્રેટ કરી શક્યા છે એટલે કે 70 ટકા ATM 200ની નોટ આપવામાં સક્ષમ નથી. એટલું જ નહીં રિઝર્વ બેંકની રેન્ડમ તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 30 ટકા જેટલા ATM દરેક સમયે ખરાબ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp