CBIએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો, 55 લાખની રોકડ…
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે CBIએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
એફઆઈઆરની નોંધણીના પરિણામે જયપુર, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં 20 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે. તપાસમાં રૂ. 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. જે હવાલા ચેનલ દ્વારા રૂટ કરવામાં આવી છે. જેમાં આશરે રૂ. 1.78 કરોડનું રોકાણ દર્શાવતી મિલકતના કાગળ અને રૂ. 1.63 કરોડના વ્યવહારો દર્શાવતી બુક એન્ટ્રીઓ ઉપરાંત અન્ય ગુનાહિત દસ્તાવેજો/ વસ્તુઓ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp