ટ્રાઇ સર્વિસ તપાસ સમિતિના રિપોર્ટમાં CDSના હેલિકોપ્ટર અકસ્માતનું કારણ સામે આવ્યુ

PC: indiatoday.in

દેશના પહેલા CDS બિપિન રાવત હેલિકોપ્ટર અકસ્માતને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારતીય વાયુ સેના (IAF)એ કહ્યું છે કે હેલિકોટર અકસ્માતમાં ટ્રાઇ સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ પોતાના પ્રારંભિક નિષ્કર્ષ સોંપી દીધા છે. IAFએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો જણાવ્યા છે. ચાલો તો જોઈએ કે ટ્રાઇ સર્વિસ તપાસના રિપોર્ટમાં CDS બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માત બાબતે શું શું કહેવામાં આવ્યું છે 

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઇ સર્વિસ તપાસે હવે સત્તાવાર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે આ દુર્ઘટના કોઈ ટેક્નિકલી ખરાબી, બેદરકારી કે ન કે તેની પાછળ કોઈ કાવતરું હતું. સ્થાનિક સ્તર પર અચાનક બદલાયેલા હવામાનમાં વાદળોને આવી જવાથી પાયલટ અવકાશિય ભટકાવનો શિકાર થઈ ગયા. CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સાથે આ હેલિકોપ્ટરમાં સવાર બધા 14 સૈન્યકર્મી અને પાયલટોનું મોત થઈ ગયું હતું.

CDS જનરલ બિપિન રાવતને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર MI-17 V5 8 ડિસેમ્બર 2021ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાની તપાસ માટે રક્ષા મંત્રાલયે એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ટ્રાઇ સર્વિસ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ ગયા અઠવાડિયે જ આ અકસ્માતને લઈને પોતાની પ્રાથમિક તપાસ રિપોર્ટથી રક્ષા મંત્રી રાજનાથ સિંહને અવગત કરાવ્યા હતા. રક્ષા મંત્રાલયે શુક્રવારે સમિતિના તપાસ નિષ્કર્ષોને સાર્વજનિક કર્યા છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દુર્ઘટનામાં કોઈ પ્રકારનું કાવતરું, બેદરકારી અને ટેક્નિકલી ખરાબીના કોઈ પુરાવા નથી.

તપાસ સમિતિએ હેલિકોપ્ટરના ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપિટ વાયસ રેકોર્ડર સાથે દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી લોકોની પૂછપરછ કરી જેથી સ્પષ્ટ છે કે તામિલનાડુના કુન્નુર વિસ્તારમાં હવામાનમાં અપ્રત્યાશીત બદલાવ થયો અને હેલિકોપ્ટર વાદળો વચ્ચે આવી ગયો જેના કારણે પાયલટ અવકાશિય ભટકાવમાં ફસાઈ ગયા અને હેલિકોપ્ટર પર્વત સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો. ટ્રાઇ સર્વિસ તપાસ સમિતિએ આ દુર્ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં એવા પડકારો અને જોખમોને પહોંચીવળવા માટે કેટલીક ભલામણો પણ કરી છે અને રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ આ ભલામણોની સમીક્ષા કરવામાં આવી રહી છે. મંત્રાલયે આ ભલામણોની હાલમાં જાણકારી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp