કેન્દ્ર સરકાર ગુજરાતને 50 લાખ ટન ઓછો કોલસો આપે છે

PC: dnaindia.com

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માત્ર 111 લાખ ટન આપે છે. આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી. 

છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલસાનો જથ્થો માગણી કરતાં ઓછો હતો તેથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપની, મિનિસ્ટ્રી ઓફ પાવર, મિનિસ્ટ્રી ઓફ કોલ, મિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.  

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલકા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે. 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાતને મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્ર તરફથી પુરતો કોલસો મળતો નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp